અરવલ્લી જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં પૂનમના દિવસે હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન કાળીયા ઠાકોરના દર્શનાર્થે ઉમટે છે પૂનમના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડતા બજારમાં ભારે ભીડ ઉમટે છે ભક્તોની ભીડનો લાભ ઉઠાવી પાકીટમાર અને સોના ચાંદીના તફડાવતી ગેંગ સક્રિય બની કરામત કરી ફરાર થઇ જતી હોય છે. શામળાજી પુનમના મેળામાં બજારમાં ખરીદી કરતી મહિલાની સોનાની ચેન તૂટતાં બુમાબુમ કરતા ચોરી કરનાર મહિલા ગેંગને લોકોએ ઝડપી પાડી શામળાજી પોલીસને સોંપી દીધી હતી મહિલાની સતર્કતાથી ચેઇન સ્નેચિંગ કરતી ગેંગની ત્રણ મહિલા ઝડપાતા અન્ય મહિલાઓ ચોરીનો ભોગ બનતા બચી ગઈ હતી
શામળાજી પોલીસના હાથે અનેક મહિલા ગેંગ અને પોકીટમાર ઝડપાઇ ચુકી છે રવિવારે પૂનમના દિવસે સોનાના અછોડા તોડતી ગેંગની ત્રણ મહિલાએ સવારથી શામળાજી બજારમાં પડાવ નાખી શિકારની શોધ કરી રહી હતી બજારમાં ખરીદી કરતી મહિલાના ગળામાં પહેરેલ સોનાની ચેન એક મહિલા ચેઇન સ્નેચરે સરકવતા મહિલાએ બુમાબુમ કરી મુકતા ચેનની તફડંચી કરનાર મહિલા તેની બે સાગરીત મહિલાઓ સાથે ભાગતા લોકોએ ઝડપી પાડી મેથીપાક આપી શામળાજી પોલીસને સુપ્રત કરતા શામળાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી