અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબા પોલીસ સ્ટેશનમાં ઈન્દ્રાણ ગામના વ્યક્તિએ ફોન કરી દિલ્હી પાસિંગની ઇકો કારમાં આવેલ એક પુરુષ અને બે મહિલાઓએ તેમના પૌત્રનું અપહરણ કર્યું હોવાનું જણાવતા પોલીસ સતર્ક બની નાકાબંધી કરી કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે હું ફૌજી છું કહીં બોલાચાલી કરી ઇકો હંકારી મુકતા અન્ય પોલીસ કર્મીઓએ ગાબટ નજીક નાકાબંધી કરી ઈકો કારને રોકતા કાર માંથી ઉતરેલ માથભારે શખ્સે બે પોલીસકર્મી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી છે પોલીસે હુમલાખોર ઇકો કાર ચાલકને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
સાઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ બ્રિજેશ કુમાર રમણલાલ અને અન્ય પોલીસકર્મીઓ સાથે પીસીઆર વાનમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સાઠંબા પોલીસ સ્ટેશનમાં ઇન્દ્રાણ ગામના અમરસિંહ નામના વ્યક્તિએ ફોન કરી ડીએલ પાસિંગની ઇકો કારમાં આવેલ એક પુરુષ અને બે મહિલાઓએ તેમના પૌત્રને ભગાડી હોવાનું જણાવતા પોલીસ સતર્ક બની વોચમાં ગોઠવાઈ હતી બાતમી આધારિત ઇકો કાર આવતા તેને અટકાવતા ઇકો કારના ચાલકે કાર ઉભી રાખી હું ફૌજી છું તમારી હિંમત કેવી રીતે થઇ મારી ગાડી ઉભી રાખવાની કહીં પોલીસકર્મીઓ સાથે બોલાચાલી કરી ઇકો કાર હંકારી મુકતા પોલીસ પણ ચોકી ઉઠી હતી અને ગાબટ આઉટ પોસ્ટ પર ફરજ બજાવતા કર્મી ને જાણ કરતા અન્ય માણસો સાથે રાખી નાકાબંધી કરી ઇકો કારને અટકાવી હતી અને પીસીઆર વાન પણ સ્થળ પર પહોંચી હતી ઇકો કાર ચાલકને તેમને ટેલિફોનિક વર્ધી મળી હોવાનું જણાવી ઇકો કાર સાથે પોલીસ સ્ટેશન લઇ જવાનું જણાવ્યું હતું
ઇકો કાર ચાલક જ્ઞાનદીપસિંહ રૂમાલસિંહ પાંડોર ઉશ્કેરાઈ ગયો હતો મૈ કોઈ નું અપહરણ કર્યું નથી હું પોલીસ સ્ટેશન નહીં આવું જો પોલીસ સ્ટેશન લઇ જશો તો કોઈ ને જીવતા નહીં છોડું કહી અચાનક ઉશ્કેરાઈ જઈ એએસઆઈ બ્રિજેશ કુમારને નખ મારી લાતો ફટકારી અન્ય પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહના માથામાં ઇકો કારની ચાવીનો ઘા કરતા લોહીલુહાણ થયા હતા પોલીસકર્મીઓને બિભસ્ત ગાળો બોલી જાન થી મારી નાખવાની ધમકી આપતા પોલીસકર્મીઓએ ઇકો કારને દબોચી લીધો હતો. સાઠંબા પોલીસ એએસઆઈ બ્રિજેશકુમાર રમણલાલની ફરીયાદના આધારે ઇકો કાર ચાલક જ્ઞાનદીપસિંહ રૂમાલસિંહ પાંડોર (રહે,સાખવાણીયા, તા-માલપુર) વિરુદ્ધ ઇપીકો કલમ-332,323,504, 506 (2) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી