અરવલ્લીની ગીરીમાળાઓમાં આવેલ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના દર્શન કરવા પૂનમના દિવસે અરવલ્લી જીલ્લા સહીત ગુજરાત અને રાજસ્થાન માંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.ભારે વાવાઝોડા સહીત ધોધમાર વરસાદમાં ભગવાન શામળીયા નાં દશૅન માટે ભક્તો વહેલી સવારથી ઉમટ્યા હતા ભગવાન શામળીયા આશીર્વાદ લેવા માટે શ્રદ્ધાળુઓ લાંબી લાઈનોમાં ગોઠવાઈ ગયા હતા અને દર્શન કરી ધન્ય બન્યા હતા
શામળાજી મંદિરમાં પુનમનાં દર્શન કરવા માટે રવિવારે દુર દુર થી ભગવાન શામળીયાનાં દર્શન માટે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં આવી પહોંચ્યા હતા વરસાદ વરસી રહ્યો હતો છતાં ભક્તોએ આસ્થા સાથે ભગવાન શામળીયાનાં સન્મુખ દર્શન કર્યા હતા ભગવાન શામળીયા ને સુંદર વાધા માં સોના ચાંદી હીરા નાં આભુષણો પહેરાવવામાં આવ્યા હતા ભગવાન ની પ્રતિમા આગળ મંત્રમુગ્ધ બન્યા હતા ભક્તોના સતત ધસારાના પગલે મંદિર પરિસરમાં તથા બજારમાં વિશાળ માનવ મહેરામણ ઉમટયો હતો શામળાજી પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો હાઇવે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો