33 C
Ahmedabad
Thursday, April 25, 2024

આ તો ટ્રેલર છે…ગાજવીજ સાથે તોફાની વરસાદે મોડાસા નગરપાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી : ત્રણ સ્થળ પર ભુવામાં વાહનો ફસાયા


મોડાસા શહેરના માર્ગો પર ગટર નિર્માણની કામગીરી કોઈ નિર્દોષ વાહન ચાલક કે રાહદારીનો ભોગ તો નહીં લે ને….!!
ભૂગર્ભ ગટરની કામગીરીમાં ખોડાયેલ ખાડામાં વાહનો ખાબકતા લોકોએ સોશ્યલ મીડિયા પર નગર પાલિકા તંત્રના વહીવટ સામે સવાલો ઉઠાવ્યા

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં નગરપાલિકા તંત્રની અણ આવડતના પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એક બાજુ ચોમાસુ દસ્તક લઇ રહ્યું છે બીજી બાજુ મોડાસા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાના કામ ઠેર ઠેર ચાલી રહ્યા હોવાથી અને ભૂગર્ભ ગટર નાખી દીધા પછી યોગ્ય રીતે કોન્ટ્રાકટરે પૂરણ ન કરતા વિકટ સ્થિતિ પેદા થઇ છે પ્રિ મોન્સૂન એક્ટિવિટી રૂપી ગાજવીજ સાથે વરસાદ ખાબકતા સમગ્ર શહેરના માર્ગો પર પાણી ભરવાની સાથે ત્રણ જેટલા સ્થળ પર ભુવા પડતા વાહન ચાલકો ભુવામાં ખાબકતા શહેરીજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો

Advertisement

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સર્ક્યુલેશનના કારણે વાતવરણમાં અસ્થિરતા સર્જાતા રવિવારે સવારે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો મોડાસા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી થી શહેરના માર્ગોનું ચીરહરણ થયું છે વરસાદના પગલે શહેરના માર્ગો કાદવ કીચડમાં ફેરવાયા હતા મોડાસા બસ પોર્ટ પાછળ, દુઘરવાડા રોડ પર અને રત્નદીપ થી ઋષિકેશ સોસાયટી રોડ પર ભુવા પડતા ત્રણે સ્થળ પર વાહન ચાલકો ખાબકતા લોકો મદદ માટે દોડી આવી બહાર કાઢ્યા હતા બસ પોર્ટ પાછળ ઇકો કાર ખાબક્યા પછી વધુ ત્રણ વાહનો ભુવામાં ખાબકતા ભારે દેકારો મચી ગયો હતો લોકોએ ચારે વાહનોને ધક્કા મારી બહાર કાઢ્યા હતા ભુવામાં વાહનો ખાબકતા વાહનોને નુકશાન થયું હતું જો કે સદનસીબે વાહન ચાલકોનો બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

Advertisement

મોડાસા શહેરમાં નગરપાલિકા તંત્રના અણધડ વહીવટનો ભોગ શહેરીજનો બની રહ્યા છે શહેરમાં વિકાસના કામોના નામે આડેધડ ખોદકામ કરી યોગ્ય રીતે પૂરણ કામ કરવામાં નહીં આવતા અનેક માર્ગો પર ખાડારાજ પ્રવર્તી રહ્યું છે રવિવારે વરસાદ ખાબકતા ભૂગર્ભ ગટર યોજના નિર્માણમાં નગરપાલિકા તંત્રની આંખ આડે કાન કરવાની નીતિને પગલે કોન્ટ્રાકટરને છૂટોદોર મળી ગયો હોય તેમ ખાડામાં માટીકામ અને સિમેન્ટ કામમાં વેઠ ઉતારતા પ્રજાજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે નગરપાલિકા તંત્ર કોન્ટ્રાકટર સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ પ્રબળ બની છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!