ગોધરા,
મહારાષ્ટ્રના નાસિક શહેરમાંથી કતલખાને જવાના ઈરાદે લઈ જનારા ઉંટોને પોલીસે ઝડપી પાડી ત્યાની પાંજરાપોળ ખાતે રાખવામા આવ્યા હતા.જ્યા વેટરનીટી ડોક્ટરની ટીમ દ્વારા ઊંટોની સારવાર કરવામા આવી હતી.સાથે અબોલ પશુઓ માટે સારવાર કરતી સંસ્થાઓ દ્વારા પણ દેખરેખ રાખવામા આવી હતી. રાજસ્થાનના શિરોહી ખાતેની એક સંસ્થાએ આ ઊંટોની સાચવાની જવાબદારી સંભાળી છે. નાસિકથી 124 જેટલા ઊંટોના કાફલાના સાથે તેના સંભાળ રાખનારાઓ પશુપાલકો શહેરા ખાતે આવી પહોચ્યા હતા.શહેરા પોલીસ દ્વારા તમામ ઊંટોને પોલીસ સુરક્ષા હદ વિસ્તાર સુધી આપવામા આવી હતી.
દેશમાં હવે અબોલ ગૌવંશોની પણ તસ્કરની સાથે સાથે રેતીનું વહાણ ગણાતા ઊંટની તસ્કરી થઈ રહી છે.થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર રાજ્યમાં નાસિક શહેરમાં મોટી સંખ્યામાં ઊંટો જોવા મળ્યા હતા.જેને કતલખાના લઈ જવામાં આવતા હોવાની ચર્ચાઓ જાગી હતી.ત્યારબાદ નાસિકના જીલ્લા તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા પણ આ મુંગા પશુઓ માટે સહાનુભુતિ ભર્યુ પગંલુ લેવામા આવ્યુ હતું. આ ઊંટોની સેવામાં પાજંરાપોળ ચલાવતી સંસ્થાઓ પણ વ્હારે આવી હતી. અને ઊંટોની ત્યા સારવાર કરવામા આવી હતી. હવામાન માફક ન આવતુ હોવાથી તેને રાજસ્થાન મોકલવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. જેમા રાજસ્થાનના શિરોહી ખાતે વર્ષોથી ઊંટો માટે કાર્ય કરતી મહાવીર કેમલ સેન્ચુરીએ તેને સાચવાની જવાબદારી લીધી છે.આ માટે ઊંટોને પાળનારા અને સંભાળ રાખનારા પાલકોની મદદથી તેમને રાજસ્થાન ખાતે લાવામા આવી રહ્યા છે. નાસિકથી રાજસ્થાનના શિરોહી જવા નીકળેલો
આ વિશાલ ઊંટોનો કાફલો શહેરા ખાતે આવી પહોચ્યો હતો. અને અહી ઊંટોએ આસપાસ વૃક્ષોની ડાળીઓ અને ઘાસચારાનો ખોરાકરૂપે આનંદ માણ્યો હતો.આ ઊંટો સલામત રીતે પહોચી જાય અને કોઈ રસ્તામા કોઈ વાહન અકસ્માત ના નડે તે માટે પોલીસ દ્વારા પણ સુરક્ષા પુરી પાડવામા આવી હતી.શહેરામાંથી પસાર થતી વખતે શહેરા પોલીસ દ્વારા પોતાના પોલીસ સ્ટેશન વિસ્તાર સુધી સુરક્ષા પુરી પાડવામા આવી હતી. આગળ જતા અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ કર્મીઓ દ્વારા તેમની સુરક્ષા સંભાળી હતી. નાસિકથી સિરોહી સુધીની યાત્રા 742 કિલોમીટર સુઘીની છે.આટલી મોટી સંખ્યામાં ઊંટોનો કાફલો જોઈને લોકોએ મોબાઈલમાં ઊંટોની તસવીર કેદ કરી હતી.