ગુજરાતીમાં કહેવત છે કે હાથીને મણ અને કીડીને કણ મળી જ રહે છે.પરંતુ આજના જમાનામાં જીવદયા માટે થોડો સમય કાઢવો પણ કઠિન હોય છે.દરેક જીવની આ રીતે સેવા કરવાનું સદભાગ્ય બધાના નસીબમાં હોતું નથી ત્યારે હિંમતનગર તાલુકાના પેઢમાલા યુવા સંગઠન સભ્ય અને જીવદયા પ્રેમી રમેશભાઈ પંડ્યા દ્વારા પાંચ વર્ષથી નારિયેળમાં કીડિયારું ભરીને વનવગડામાં મૂકી આવવાની સેવા ચલાવાઈ રહી છે.
યુવા સંગઠન સભ્યો તેમજ રમેશભાઈ દ્વારા “હાથીને મણ કીડીને કણ ‘ ની સેવા સાર્થક થઈ રહી છે.છેલ્લા પાંચ વર્ષથી નારિયેળ મા કીડિયારું ભરીને કીડીઓને ભોજન અપાઈ રહ્યું છે અને એ રીતે યુવા સંગઠન પેઢમાલાના સભ્યો પોતાનો ફાજલ સમયનો સદુપયોગ કરી જીવસેવા કરી રહ્યા છે.