અરવલ્લી જિલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક યુવાનો વિદેશી દારૂની હેરાફેરી અને કટિંગ કરી નાના-મોટા વિસ્તારના બુટલેગરોને દારૂનો જથ્થો વાહનો મારફતે પૂરો પાડી રહ્યા છે.ટીંટોઇ પોલીસે બોલુન્દ્રા ગામ નજીક દારૂ ભરેલી ઇકો ગાડીની ખેપ નિષ્ફળ બનાવી ૯૮ હજારથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરી કાર ચાલક બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
Adv.
ટીંટોઇ પીએસઆઇ કોમલ રાઠોડ અને તેમની ટીમે ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા કમર કસી છે. બોલુન્દ્રા નજીક વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા નાકાબંધી કરતા દારૂ ભરેલી ઇકો ગાડી તલાશી લેતા ગાડીમાંથી દારૂની અલગ અલગ પેટીઓ નંગ-૧૨ જેમાં નાની મોટી બોટલ નંગ-૩૯૬ કિંમત રૂ.૯૮,૪૦૦/- અને ઇકો ગાડીની કિંમત ૩,૦૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ.૩,૯૮,૪૦૦ ના મુદ્દામાલ સાથે એક આરોપી ને ઝડપી પાડી અને બીજો આરોપી અંધારાનો લાભ લઇ નાસી ગયેલ અને દારૂ આપનાર અને મંગાવનાર બુટલેગરો સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ આરોપીના નામ વાંચો
૧)ઇકો ગાડીનો ચાલક પ્રમોદકુમાર દેવચંદભાઈ કલાલ ઉ.વ.૨૬ રહે.આમઝરા તા.બિછીવાળા.જી.ડુંગરપુર
વોન્ટેડ આરોપીઓ
૧)સંજયભાઈ કટારા જેના બાપના નામની ખબર નથી જે.રહે.ખેરવાડા.જી.ઉદેપુર(રાજસ્થાન)
૨)ખેરવાડા ઠેકાવાળો દારૂભરી આપનાર જેનું નામઠામ મળેલ નથી.
૩)નાના ચિલોડા નજીક દારૂ મંગાવનાર જેનું નામઠામ મળેલ નથી.