ગુજરાત રાજ્ય સહિત સાબરકાંઠા – અરવલ્લી જીલ્લામાં અને ભિલોડા તાલુકામાં આદિવાસી સમાજની વસ્તી વધારે છે.ગરીબ આદિવાસી વિધાર્થીઓને ફ્રી – શીપ કાર્ડ ધ્વારા સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો અને કોલેજોમાં અભ્યાસ કરે છે.આદિવાસી સમાજના ગરીબ વિધાર્થીઓને શિક્ષણ મળે,સમાજ આગળ વધે તેવો મુખ્ય ઉદ્દેશ છે.
આદિવાસી વિભાગના નિયામક ધ્વારા જીલ્લા અધિકારીઓને સરકાર ધ્વારા બીજી સુચના ના મળે ત્યાં સુધી ફ્રી – શીપ કાર્ડ ઈસ્યુ કરવા નહીં તેવી સુચના આપવામાં આવી છે.આદિવાસી સમાજના આગેવાનો ચિંતાતૂર છે.સરકાર ધ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ ને વિધાર્થીઓને ફ્રી – શીપ કાર્ડ ઈશ્યું કરવા,તેવી બુલંદ માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.આદિવાસી સમાજના વિધાર્થીઓ માટે જે ₹ ૨.૫ લાખની મર્યાદા રાખેલ હોય પરંતુ મર્યાદા વધારવા માંગ ઉદ્ધવી છે.
આદિવાસી,દલિત સમાજની યુવતી બીજા સમાજમાં (જનરલ) કેટેગરીમાં લગ્ન કરે તો તેના સંતાનોને માતાની જાતિનો લાભ આપવો તેવી સરકારની વિચારણાઓ છે ત્યારે આદિવાસી,દલિત સમાજ શરૂઆતથી જ ભૃણ હત્યા સંદર્ભે વિરોધી હોય જેના પગલે બંને સમાજમાં દિકરા કે દિકરીઓ નો સમાન રેસીયો જળવાઈ રહ્યો છે.માતાની જાતિનો લાભ બિન અનામત જાતિમાં લગ્ન કરવામાં આવે તો સમાજ ને નુકસાન થવાની દહેશત હોય ત્યારે આવા કોઈ પણ પ્રકાર નો તધલખી નિર્ણય કરતા પહેલા આદિવાસી અને દલિત સમાજના વિવિધ સંગઠનો,બુદ્ધિજીવી વ્યક્તિઓનો અભિપ્રાય મેળવી યોગ્ય નિર્ણય લેવાય તેવી બુલંદ અને બળવત્તર માંગ છે.
ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાંતિભાઈ ખરાડી,હોદ્દેદારો રાજેન્દ્ર પારધી,બલભદ્રસિંહ ચંપાવત,ડિમ્પલબેન ગુર્જર, અનિલ હડુલા,કાલીચરણ હોથા,સતિષભાઈ તબીયાર અને કોંગ્રેસી કાર્યકરોએ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર મયુરભાઈ પટેલ ને આવેદનપત્ર પાઠવ્યું હતું.