અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓમાં દીપડાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સાથે વનવિભાગ તંત્ર દીપડાનું રક્ષણ કરવામાં ઉણુ ઉતરતા દીપડાના અકસ્માતમાં મોત થવાની ઘટનાઓ વધી રહી છે માલપુર નજીક દીપડાનું સંદિગ્ધ હાલતમાં મોત નિપજતા વન વિભાગ તંત્રએ કરેલ દીપડાની અંતિમવિધિ સામે અનેક સવાલ પેદા થયા હતા ત્યારે ગોખરવા નજીક રોડ પર દીપડાનું અજાણ્યા વાહનની અડફેટે મોત નિપજતા વનવિભાગ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને દીપડાના મૃતદેહને ચાંદટેકરી ખસેડી પીએમ બાદ અંતિમવિધિ કરવા તજવીજ હાથધરી હતી દીપડાનું આકસ્મિક મોત થતા જીવદયા પ્રેમીઓએ દીપડાના મોત અંગે અનેક શંકા કુશંકાઓ વ્યક્ત કરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોખરવા સહીત આજુબાજુના પંથકમાં આતંક મચાવનાર દીપડાના પરિવારનો દોઢ વર્ષીય દીપડાનું કે પછી અન્ય દીપડાનો મૃતદેહ ગોખરવા-સરડોઇ રોડ પરથી અકસ્માતની હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી છે મોડાસા તાલુકાના ગોખરવા થી સરડોઇ રોડ પર આજે સવારે કોઈ અજાણ્યા વાહન ની અડફેટે આવી જતા આશરે દોઢ વર્ષીય દીપડાનું અકસ્માતે દીપડાનું ઘટના સ્થળે મોત નીપજાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા મોડાસા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત વન કર્મચારીઓ ટિમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી,વન વિભાગની ટીમે દીપડાના મૃતદેહ નો કબ્જો મેળવી મોડાસા પશુ દવાખાને લાવી પીએમ કરાવી વન વિભાગે દીપડાના મૃતદેહને ચાંદ ટેકરી વન વિભાગની કચેરી લાવી દીપડાના મૃતદેહની અંતિમવિધિ માટેની તજવીજ હાથ ધરવાની સાથે સમગ્ર ઘટના ની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી, છેલ્લા 5 મહિનાથી 4 દીપડા પરિવારના લાલપુર,ગોખરવા,બાકરોલ પંથક હતો વસવાટ હોતો