મોડાસા ટાઉન PI ડી.કે,વાઘેલા અને તેમની ટીમે નવીન માર્કેટયાર્ડ પાસે રિક્ષામાંથી 180 લીટર દેશી દારૂ સાથે બુટલેગરને ઝડપ્યો
અરવલ્લી પેરોલ ફર્લો PSI બી.કે.ભુનાતર અને તેમની ટીમે ભિલોડા નજીક ધંધાસણના નાસતા-ફરતા આરોપીને ભિલોડાથી પકડ્યો
શામળાજી PSI વી.વી.પટેલે મેક્સ ગાડીમાંથી અને PSI ઇકો કારમાંથી 2.36 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
મેઘરજ PSI એસ.એન.ક્લાસવા તુમ્બલીયા ચોકડી નજીક સ્વીફ્ટ કાર માંથી 1.53 લાખના દારૂ સાથે રાજસ્થાની બુટલેગરને દબોચ્યોAdvertisement
અરવલ્લી SP સંજય ખરાતે જીલ્લા પોલીસતંત્રને જીલ્લામાં દેશી- વિદેશી દારૂની હેરાફેરી કરતા અને વેપલો કરતા બુટલેગરો પર શખ્ત કાર્યવાહીના આદેશ આપતા જીલ્લા પોલીસતંત્રએ બાતમીદારો સક્રિય કરી બુટલેગરો પર તવાઈ બોલાવી ચાર વાહનોમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી બે બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે જીલ્લા પેરોલ ફર્લો ટીમે છેલ્લા 9 મહિનાથી નાસતા-ફરતા ધંધાસણ ગામના અને ભિલોડાના ગોવિંદનગર વિસ્તારમાં રહેતા અર્પિત ઉર્ફે બોડો ઉર્ફે બાવો બંસીભાઇ ગડસાને બાતમીના આધારે ભિલોડા આઈટીઆઇ નજીકથી કોર્ડન કરી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
મોડાસા ટાઉન પોલીસે રથયાત્રાના પગલે મોડાસા-શામળાજી રોડ પર આવેલ નવીન માર્કેટયાર્ડ પાસે વાહન ચેકીંગ દરમિયાન બામણવાડ ગામના આકાશ કાંતિ ખાંટને રિક્ષામાં પ્લાસ્ટિકની દુધીયો થેલીમાં દેશી દારૂ ભરી પસાર થતો ઝડપી પાડી 180 લીટર દેશી દારૂ કીં.રૂ.3600/- તથા રીક્ષા મળી રૂ.1.36 લાખના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી શામળાજી પોલીસે બોરનાલા બોર્ડર વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા અંતરિયાળ માર્ગ પર પેટ્રોલિંગ હાથધરતા વિદેશી દારૂ ભરેલી ઇકો કાર અને પાછળ મેક્સ જીપ ચાલક પોલીસ પેટ્રોલિંગ જોઈ બંને બુટલેગરોએ રિવર્સ મારી મેક્સ જીપ જુદા રસ્તા પર અને ઇકો કાર જુદા રોડ પર હંકારી મુકતા પોલીસની બે ટીમે અલગ-અલગ પીછો કરતા બંને બુટલેગરો કાર રસ્તામાં મૂકી રાત્રીના અંધારાનો લાભ લઇ ફરાર થઇ જતા પોલીસે બંને વાહનોમાંથી 2.36 લાખ થી વધુનો વિદેશી દારૂ સહીત 7.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
મેઘરજ પોલીસે નાઈટ પેટ્રોલિંગ હાથધરતા રાજસ્થાનમાંથી સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂ ભરી બુટલેગર કાલીયાકુવા બોર્ડરથી સારંગપુર તરફ પસાર થવાનો હોવાની બાતમી મળતા પોલીસે તુમ્બલીયા ચોકડી નજીક નાકાબંધી કરી સ્વીફ્ટ કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂના ક્વાંટરીયા-બિયર ટીન નંગ-1344 કીં.રૂ.153600 /- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર નિર્ભયસિંહ ભવાનીસિંહ રાજપૂત (રહે,બસ્સી,સલુમ્બર-રાજસ્થાન)ની ધરપકડ કરી વિદેશી દારૂ,કાર મળી કુલ.રૂ.6.53 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ મહેશ ડામોર (રહે,કરાવાડા-ડુંગરપુર) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા