આજે ફાધર્સ ડે છે ત્યારે વિસરાઈ ગયેલી રમતો બાળકો સાથે રમાડવામાં આવી હતી,,, આજે આધુનિક યુગમાં જમીન સાથે જોડાયેલી કેટલીય રમતો વિસરાઈ ગઈ છે,,, પહેલા માતા-પિતા સાથે બાળકો અલગ અલગ રમતો રમતા હતા,, પણ હવે મોબાઈલ અને ડિજિટલ યુગમાં માટીની રમતો ભૂલાઈ ગઈ છે,, ત્યારે નવો વિચાર કરીને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી કલરવ શિશુ વિકાસ કેન્દ્રના નાના ભૂલકાઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું,,,, આ પ્રકારની રમતો બાળકોએ પહેલીવાર જોઈ હતી, જેથી રમતોમાં મશગૂલ થઈ ગયા હતા, તેમની સાથે શિક્ષિકાઓ પણ જોડાઈ હતી.
મોડાસા કેળવણી મંડળના કેમ્પસ શ્રી. સી. જી. બુટાલા સર્વોદય હાઈસ્કૂલ ના મેદાનમાં આયોજિત કરવામાં આવેલી પૌરાણિક રમતોત્સવમાં ફાધર્સ ડે નિમિત્તે એક સેલ્ફી પોઈન્ટ પણ બનાવાયો હતો, જ્યાં પિતા સાથે પહોંચેલા બાળકો ની સેલ્ફી પણ લેવામાં આવી હતી.
મોડાસાની કલરવ સ્કૂલ ખાતે વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે ચોમાસાના પ્રારંભ અને ફાધર્સ ડે નિમિત્તે નવીન આઈડિયા અમલમાં લાવી વિસરાઈ ગયેલી રમતો બાળકો માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોમાં બાળકો ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ઉમંગ જોવા મળ્યો હતો. આ રમતોત્સવનું નિરીક્ષણ કરવા માટે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બીપિનભાઈ પટેલ, મોડાસા નગર પાલિકાના ઉપપ્રમુખ ડો. આર.સી. મહેતા સહિતના હોદ્દેદારો પહોંચ્યા હતા. બાળકો માટે નવતર પ્રયોગ કરવા માટે શાળાના શિક્ષકો અને આચાર્યાએ ભારે જહેમત ઉઠાવી હતી.