આઝાદીના દાયકાઓ બાદ પણ આ ગામ છે રસ્તા વિહોણું,વિદ્યાર્થીઓ થાય છે પરેશાન
આખરે અહીં કયારે બનશે રસ્તો? ગામની બહાર નીકળવું એટલે મહામુસીબત!Advertisement
બાયડ તાલુકાના ડેમાઈ ગ્રામ પંચાયતનું પેટાપરામાં આવેલા રાયણના મુવાડા ગામ આઝાદીના વર્ષો બાદ પણ પાકા રસ્તાથી હજુ પણ વંચિત રહેવા પામ્યું છે. પાકો રસ્તો નહી હોવાથી વિદ્યાર્થીઓએ ભારે હાલાકી પડે છે અને કાદવ કીચડમાં ચાલીને ડામર રોડ સુધી જવું પડે છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. ત્યારે સત્વરે તંત્ર દ્વારા આ વિદ્યાર્થીઓની હાલાકી દૂર કરી ગ્રામજનો માટે પાકો રસ્તો બનાવાય તેવી માંગ ઉઠવા પામી છે.
ગતિશીલ ગુજરાતમાં વિકાસની મોટી મોટી વાતો થઇ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારનું એક એવું ગામ કે જ્યાં આઝાદી પછી ગ્રામજનોને પાકો રસ્તો મળ્યો નથી ડેમાઈ પાસે અરવલ્લી જિલ્લાનું છેવાડાનું ગામ આવેલું છે આ ગામ ના લોકો ને પોતાના દૈનિક કામકાજ માટે અને વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે ડેમાઈ અને બાયડ જવું પડે છે ત્યારે ગામમાં જવાના મુખ્ય માર્ગ કાચો હોવાથી ચોમાસા દરમિયાન કાદવ કિચડમાંથી પસાર થવું પડે છે આ ગામ માં ઠાકોર સમાજ ના લોકો વસવાટ કરેછે અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવેછે પોતાના કોઈપણ કામકાજ ખરીદી કે અન્ય કોઈ વ્યવહાર માટે ડેમાઈ ગામે આવવું પડેછે. પશુપાલકો ને દૂધ ભરાવવા જવામાં પણ ભારે હાલાકી પડી રહી છે.
રોડને લઈ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી લોકોને અવરજવર કરવા કે સ્કૂલ જવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એટલું જ નહીં ઈમરજન્સી સેવા જેવી એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી. જેથી ગર્ભવતી મહિલાઓને ઉપાડીને લઈ જવા લોકો મજબૂર બનવું પડે છે સ્થાનિકોની માગ છે કે તેમના ગામમાં તાત્કાલિક રોડ બનાવવામાં આવે
વિદ્યાર્થીઓથી માંડીને બિમાર લોકો થાય છે પરેશાન
ગામમાં જવાનો મુખ્ય રસ્તો પાકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓને શહેરી વિસ્તારમાં જઈને અભ્યાસ કરવા માટે તેમજ શહેરી વિસ્તારમાં જઈને નોકરી ધંધો કરવા માંગતા લોકો પણ મુશ્કેલીમાં મૂકાય છે તો બિમાર, અશકત કે વૃદ્ધ અને ખાસ કરીને સગર્ભા અવસ્થામાં હોય તેવી મહિલાઓ માટે જ્યારે કટોકટીની પરિસ્થિતિ હોય, ત્યારે રસ્તાના અભાવે તેઓ દવાખાને પહોંચવા માટે લાચાર પરિસ્થિતિમાં આવી જાય છે આવી પરિસ્થિતિમાં અહીં સત્વરે રસ્તો બને તે જરૂરી છે.
ગામના નાગરિકોનો ખાલી વોટ લેવા જ ઉપયોગ કરાય છે કે!!!!
ચૂંટણી ટાણે નેતાઓ વોટ લેવા આવે છે અને જીત્યા બાદ કોઈ સાંભરતું નથી. તાલુકાથી લઈને જિલ્લા પંચાયત ના સદસ્યો ચૂંટણી પછી ગામમાં જવાનું ટાળી રહ્યાં છે!!!
ભલામણને ધ્યાને રાખી માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2020 માં ગામની મુલાકાત કરી રોડનું સર્વે કરાયું હતું તો એ ફાઈલ ગઈ ક્યાં!!! માળિયે મૂકી દીધી કે ધૂળ ખાય છે…. !!!!