લીલીત ડામોર, વીજયનગર, સાબરકાંઠા
રાજ્ય સરકાર વિકાસ અર્થે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી થતી હોય છે પણ અધિકારીઓ કેવી રીતે કામ કોન્ટ્રાક્ટર પાસે લેતા હોય છે તેના કેટલાય ઉદાહરણો સામે આવ્યા છે. હાલમાં જ તાપી જિલ્લામાં બ્રિજ શરૂ થતાં પહેલા જ તૂટી પડ્યો હતો, જેને લઇને મુખ્યમંત્રીએ આર એન્ડ બી વિભાગના ઇજનેરને સસ્પેન્ડ કર્યા હતા. આવી ઘટનાઓ સામે આવ્યા પછી પણ કોઈ શિખ નહીં…!!! આવું એટલા માટે કારણ કે, સાબરકાંઠા જિલ્લામાં રસ્તો એવો હતો કે, જ્યાં બસ ખાડામાં ઉતરી પડી હતી.
વિજયનગર શહેરમાં બજારમાંથી પસાર થતા રસ્તે બસ સ્ટેન્ડ નજીક પુલના ઢાળ ઉપર આ બસ જમીન સાથે ચોંટી ગઈ હોય એમ ફસાઈ જતા અન્ય વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.બસનો આગળનો ભાગ બિલકુલ પુલના ઢાળ ઉતરતી વેળાએ આમ જ જમીનને નમસ્કાર કરતી હોય એમ આ બસ ફસાઈ ગઈ છે.આ પુલની ડિઝાઇન મુદ્દે અનેકવાર લોકોએ હોબાળો મચાવ્યા બાદ પણ આ જ હાલત રહેતાં આમ જ લાંબા વાહનો અને એસટી બસો અહી ફસાતા રહે છે.આ અંગે લાગતવલગતા ધ્યાન આપી આ સ્થિતિ નિવરવાની આવશ્યકતા છે