શહેરા
ઈશ્વર પ્રત્યે અપાર શ્રઘ્ધા હોય તો કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકાય છે.દેશમાં આવેલી 52 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ જમ્મુ-કાશ્મીરના
વૈષ્ણૌદેવી ખાતે છે. આ શક્તિપીઠનો અનોખો મહિમા પણ છે. માતાજીના દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી માઈભક્તો આવે છે.દક્ષિણ ગુજરાતના વાપી ખાતે રહેતા માઈભક્ત અનિલ તિવારીએ વૈષ્ણૌદેવી સુધી અનોખી પગપાળાયાત્રા આરંભી છે.આ યાત્રામાં તેઓ એકલા છે.માતાજીની મુર્તિ સાથે નાનો રથ બનાવ્યો છે.રસ્તે જતા લોકો પણ આ માઈભક્તને મદદસેવા કરે છે.પોતાની પગપાળા યાત્રાનું અંતર કાપતા તેઓ શહેરા ખાતે આવી પહોચ્યા હતા.વાપીથી કટરાનું 1597 કિલોમીટરનું અંતર ચાલીને કાપશે.આ માઈભક્ત પાછલા 10 વર્ષથી આ રીતે જ વાપીથી વૈષ્ણૌદેવી દેવી સુધી પગપાળા યાત્રા ભક્તિભાવ પુર્વક કરે છે.
દક્ષિણ ગુજરાતના વાપીમા વર્ષોથી રહેતા અને મુળ ઉત્તરપ્રદેશના જોનપુરના વતની અનિલ તિવારી અંબે માતાજીના પરમ ભકત છે.અને વૈષ્ણૌદેવી ખાતે બિરાજમાન માતાજીમાં તેમને અપાર શ્રધ્ધા છે.સામાન્ય રીતે ભક્તો વાહનમાર્ગે,હવાઈમાર્ગે,ટ્રેનમાર્ગે જતા હોય છે.પણ અનિલ તિવારી વાપીથી ચાલીને વૈષ્ણૌદેવી સુધી જાય છે.તેઓ એક લારીનો રથ બનાવીને શણગારી છે.સાથે સાથે તેમા સંગીતમય ગીતો વાગે છે.વાપીથી પગપાળાથી ચાલતા ચાલતા તેઓ શહેરા ખાતે આવી પહોચ્યા હતા.તેઓ જણાવે છે, હુ પાછલા 14 વર્ષથી આ રીતે પગપાળા કરીને વૈષ્ણૌદેવી દેવી માતાજીના દર્શને જાવ છું,મારી એક માનતા પુરી કરવા આ રીતે પગપાળા યાત્રા શરૂ કરી છે.મને વિશ્વાસ છે કે મારી માનતા માતાજી જરૂર પુરી કરશે.રસ્તામા લોકો મારી નાની મોટી સેવા કરીને મદદ પણ કરે છે. ઈશ્વરમાં દરેકે શ્રધ્ધા રાખવી જોઈએ.માતાજીના જયજય કાર સાથે તેઓએ પોતાની પગપાળા યાત્રા આગળ વધાવી હતી.તેઓ ગુજરાત,રાજસ્થાન,પંજાબ, સહિતના રાજ્યોમાંથી પસાર થઈને તેઓ જમ્મુ કાશ્મીરના કટરા પહોચીને વૈષ્ણૌદેવી ખાતે પહોચીને માતાજીના દર્શન કરશે