કાર્યક્રમ માં મોટી સંખ્યામાં બાળકો એ ભાગ લીધો હતો જેમાં ઇસ્લામિક નોલેજ સાથે જનરલ નોલેજ તેમજ ઇતિહાસ ના પ્રશ્નો ની સ્પર્ધા રાખવા માં આવી હતી જેનો બાળકો દ્વારા સુંદર રીતે જવાબો આપી ઉપસ્થિત મહેમાનો ના દિલ જીતી લીધા હતા ખાસ લુણાવાડા મદરેસા માંથી ઇસ્લામિક સ્કોલર ઉપસ્થિત રહી બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો અને બાળકો ના ઉસ્તાદ હાફિજ મુસ્તુફા સાહબ અને મૌલાના સાબિર સાહબ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું,કાર્યક્રમ માં મોટી સંખ્યા માં સ્થાનિકો અને બાળકો ના વાલીઓ હાજર રહ્યા હતા,બાળકો દ્વારા ઇસ્લામ ના વિવિધ ઐતિહાસિક પાત્રો વિશે પ્રવચન આપી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા,કાર્યક્રમ ના અંતે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી જેમાં દેશ અને દુનિયા ની સુખાકારી,ભાઈચારા માટે દુઆ કરવામાં આવી હતી