મોડાસા રથયાત્રાનું અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, કલેકટર પ્રશસ્તિ પરીક, SP સંજય ખરાત,મહંત ધનેશ્વરગિરીએ પ્રસ્થાન કરાવ્યું
જગન્નાથજી ભગવાન ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મોડાસામાં ભવ્ય રથયાત્રા નીકળી
યાત્રાધામ શામળાજી,ધનસુરામાં ભવ્ય રથયાત્રા
અખાડાના કરતબો થી નગરજનો દંગ બન્યા
ઠેર ઠેર અગ્રણીઓએ રથયાત્રાનું સ્વાગત કર્યુંAdvertisementAdvertisement
અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં આજે ભગવાન જગન્નાથ યાત્રાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.41મી રથયાત્રા મોડાસા શહેરના માર્ગો પર દબદબાભેર નીકળી હતી ભગવાન બાલકદાસજી ના નિજમંદિરે થી નીકળેલી રથયાત્રામાં ભજન મંડળીઓ બેન્ડવાજા, ઢોલી,અખાડાના કરતબો અને આકર્ષણ જમાવ્યું હતું મુસ્લિમ સમાજના બિરાદરોએ ચાર રસ્તા પહોંચેલી શોભયાત્રાનું ભવ્ય સ્વાગત કરતા કોમી એકતાના દર્શન થયા હતા
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં રથયાત્રા નીકળતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા ધનસુરામાં જગનના નાથ ભજન કીર્તન સાથે નીકળતા દર્શનાર્થીઓ દર્શનનો લ્હાવો લીધો હતો રથયાત્રામાં માનવમહેરામણ ઉમટ્યું હતું જીલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો રથયાત્રા ઉત્સવ સમિતિની ટીમે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપ્પન થતા ભક્તોનો આભાર વ્યક્ત કાર્યો હતો
અરવલ્લી જીલ્લામાં “હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી” જયઘોષ થી સમગ્ર જીલ્લામાં ભક્તિમય માહોલ સર્જાયો હતો મોડાસા શહેરમાં રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા અને શ્રદ્ધાળુઓ દ્વારા 41મી રથયાત્રામાં ભગવાન જગન્નાથને રથમાં બેસાડી ને શોભયાત્રા નીકળવામાં આવી હતી મોડાસા શહેરની શેરીએ શેરીએ જગતના નાથ જગન્નાથ જગના દર્શનાર્થે નીકળતા દર્શનનો લ્હાવો લેવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા ચાર રસ્તામાં મુસ્લિમ બિરાદરોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું સમગ્ર રૂટ પર વિવિધ સમાજ દ્વારા રથયાત્રામાં જોડાયેલા ભક્તો માટે લીંબુ સરબત,ચા પાણી, નાસ્તો, મિનરલ વોટર,છાસ,ગ્લુકોઝ બિસ્કિટ વ્યવસ્થા કરવામાં આવી હતી
મોડાસા શહેરના બાલકદાસજી મંદિરેથી યોજાતી જગન્નાથજીની રથયાત્રાને લઇને દર્શન કરવા માટે મંત્રી ભીખુસિંહ પરમાર, અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીક, SP સંજય ખરાત પહોંચ્યા હતા જ્યાં જગતનના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી જગન્નાથજીનો રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. મોડાસા ચાર રસ્તા રથયાત્રા પહોંચતા શહેરના અગ્રણીઓ સહીતમોટી સંખ્યામાં નગરજનો અને જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા ભગવાન જગન્નાથ ના દર્શન કરી “જય રણછોડ માખણ ચોર” ના નારા ગુંજી ઉઠ્યા હતા ભક્તોએ મગ અને જાંબુનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી