અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે મોડાસા-ગોધરા હાઇવે પર માલપુર તાલુકાના આંબલીયા ગામ નજીક કાર અને રીક્ષા વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા રિક્ષામાં મુસાફરી કરી રહેલા મુસાફરોની ચીસાચીસ થી હાઇવે ગુંજી ઉઠ્યો હતો આ અકસ્માતમાં 7 જેટલા વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થ દવાખાને ખસેડ્યા હતા અક્સ્માતની ઘટનાના પગલે માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ગમખ્વાર અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
માલપુર-લુણાવાડા રોડ પર આંબલીયા ગામ નજીક મંગળવારે સવારના સુમારે કાર-રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા રિક્ષામાં બેઠેલા મુસાફરો રોડની સાઇડ પર ફંગોળાઈ જતા શરીરે ઈજાઓ પહોંચી હતી કાર રોડ પર પલ્ટી મારી ગઈ હતી અકસ્માતમાં કાર-રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડી દીધા હતા અકસ્માત સ્થળ પર માલપુર પોલીસ પહોંચી રોડ પરનો ટ્રાફિક પુર્વરત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી