મોરવા હડફ,
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવાહડફ ખાતે તાલુકા કક્ષાનો યોગ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.યોગ એટલે ભારતીય પરંપરાની વિશ્વ દ્વારા મળેલ સ્વીકૃતિ અને એ માટે આપણે સૌ ભારતીય તરીકે એનું ગૌરવ હોવું જરૂરી છે એમ જણાવી આ યોગ દિવસનો મૂળ ઉદ્દેશ્ય વસુધૈવ કુટુંબકમની ભાવનાથી શરૂ કરી અને “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” એ મુખ્ય સૂત્રને સાર્થક કરાયું હતું,યોગા માટે યોગાચાર્યોના તાલીમ અને માર્ગદર્શન હેઠળ આ યોગનો કાર્યક્રમ સંપૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને અંતે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરવા હડફ તાલુકાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા આ ભારતીય પરંપરામાં યોગનું મહત્વ અને આપણે રોજિંદા જીવનમાં યોગને શા માટે ઉતારવો જોઈએ તે વિશે વિદ્યાર્થીઓને સૂચન કર્યું હતું તેમજ આ પરંપરા જાળવી રાખવા માટે આહવાન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ માં કોલેજના આચાર્ય ડો. કમલ છાયા,અધ્યાપક ગણ,વિદ્યાથી ગણ, તાલુકાના મામલતદાર ગોપાલભાઈ હરદાસાણી તથા વહીવટી ઓફિસોના તમામ વડાઓ,તાલુકા પંચાયત,મોડેલ શાળા, પોલીસ વિભાગ, આઈટીઆઈ,સહિતના સંસ્થાઓના પદાધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.