37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : સગીરાનું અપહરણ કરનાર માલપુર રીંછવાડના આરોપીને LCBએ શામળાજી પુલ નીચેથી...

અરવલ્લી : સગીરાનું અપહરણ કરનાર માલપુર રીંછવાડના આરોપીને LCBએ શામળાજી પુલ નીચેથી ભોગ બનનાર સાથે દબોચી લીધો

0
249

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસ ગુન્હેગારોને દબોચી રહી છે માલપુરના ગ્રામ્ય વિસ્તારની સગીરાને રીંછવાડ ગામનો યુવક એક વર્ષ અગાઉ અપહરણ કરી ફરાર થઇ જતા માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી સગીરાના પરિવારે માલપુર પોલીસ સગીરાને શોધવામાં નિષ્ફળ રહેતા પરિવારે હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરતા જીલ્લા પોલીસતંત્ર દોડતું થયું હતું જીલ્લા એલસીબી અને સર્કલ પીઆઇએ બાતમીદારો સક્રિય કરી સગીરાનું અપહરણ કરનાર આરોપીને શામળાજી પુલ નીચેથી ભોગ બનનાર સગીરા સાથે ઝડપી પાડી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

માલપુર તાલુકાના રીંછવાડ ગામનો કાંતિ ઉર્ફે પિન્ટુ બાબુભાઇ તરાર પંથકની એક સગીરાનું અપહરણ કરી એક વર્ષ અગાઉ ફરાર થઇ ગયો હતો અને ભોગ બનનાર સગીરા સાથે મહેસાણાના કડી તાલુકાના રંગપુર ગામે રહેતો હતો સગીરાના પરિવારજનોએ હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરતા જીલ્લા એલસીબી પોલીસ અને સર્કલ પોલીસે અપહત્ય સગીરાની શોધખોળ હાથધરી બાતમીદારો સક્રિય કરતા અરવલ્લી જીલ્લા એલસીબી PI કે.ડી.ગોહિલ અને તેમની ટીમને આરોપી પિન્ટુ ભોગ બનનાર સગીરા સાથે શામળાજી પુલ નીચે હોવાની બાતમી મળતા તાબડતોડ સ્થળ પર પહોંચી આરોપી કાંતિ ઉર્ફે પીન્ટુને ભોગ બનનાર સગીરા સાથે ઝડપી લીધો હતો જીલ્લા એલસીબી પોલીસે એક વર્ષ અગાઉ પોક્સોના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી આરોપી કાંતિ ઉર્ફે પિન્ટુ બાબુભાઇ તરાર(રહે,રીંછવાડ-માલપુર) ને માલપુર પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!