મોડાસા શહેરમાં અત્યાધુનિક બસ પોર્ટની રાહ જોતા મુસાફરો હંગામી બસ સ્ટેન્ડમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાની સાથે મુસાફરો અને ડેપોમાં ફરજ બજાવતા કર્મીઓની સલામતીનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે મોડાસા ડેપોમાં ફરજ બજાવતા મહિલા કર્મીની બેગ અને મોબાઈલની ચોરી થતા મહિલા કંડકટર ચોંકી ઉઠ્યા હતા આ અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપતા ટાઉન પોલીસે નેત્રમ CCTV ટીમની મદદ લેતા નેત્રમણી ટીમે ગણતરીના કલાકોમાં મહિલા કંડકટરની ગુમ બેગ અને મોબાઈલ પરત અપાવતા 30 હજારની ચીજ વસ્તુ પરત મળતા મહિલા કંડકટરે નેત્રમની કામગીરીની સરહના કરી હતી
મોડાસા શહેરની મધુવન સોસાયટીમાં રહેતા મીનાક્ષીબેન સુરજીભાઈ તબીયાડ મોડાસા બસ ડેપોમાં મહિલા કંડકટર તરીકે ફરજ બજાવે છે બે દિવસ અગાઉ તેમની બેગ અને મોબાઈલની ચોરી થતા મહિલા કંડકટરે ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપતા ટાઉન પોલીસ તપાસનો દોર આરંભી નેત્રમ CCTV ટીમને જાણ કરતા નેત્રમની ટીમે ચાર રાસ્તા થી ડીપ વિસ્તાર સુધી લગાવેલ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગનું એનાલીસીસ કરતા એક શખ્સ મહિલા કંડકટરના પર્સ સાથે પસાર થતો જોવા મળતા નેત્રમ અને ટાઉન પોલીસની ટીમ ડીપ વિસ્તારમાં તપાસ કરતા બેગ અને મોબાઈલ મળી આવતા નેત્રમની ટીમે મહિલા કંડકટરનો 30 હજારનો માલસામાન પરત કરતા મહિલા કંડક્ટર અને તેના પરિવારે પોલીસતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો