પંચમહાલ, ખેડા, આણંદ, સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના પગલે રોડ-રસ્ત પર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત
Advertisementમોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા, અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો તોબા પોકારી ઉઠ્યા
Advertisement
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાની શાહી સવારી અનેક જીલ્લામાં પહોંચી હતી પંચમહાલ,ખેડા,આણંદ સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા અરવલ્લી જીલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વરસાદી ઝાપટ પડ્યા હતા જીલ્લાના અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદથી રોડ-રસ્તા ભીના થયા હતા જીલ્લાના ખેડૂતો આકાશ તરફ મીટ માંડી મેઘરાજા મહેરબાન થાય તેની રાહ જોઈ રહ્યા છે
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના વાતાવરણમાં પલ્ટો આવવાની સાથે આકાશે વાદળ ગોરંભાયા હતા જો કે મેઘમહેર ન થતા અસહ્ય બફારા અને ઉકળાટથી લોકો હેરાન થયા હતા જીલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થયો હોય તેમ કેટલાક ગ્રામ્ય વિસ્તારો અને મોડાસા શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અરવલ્લી જીલ્લામાં વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે