અરવલ્લી જીલ્લાની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શ્રી કે.એન.શાહ
મોડાસા હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તદઉપરાંત શાળાના શિક્ષકે ક્લાસ-2માં નિયુક્તિ પામતા સન્માન કરવામાં આવ્યું હતું અને વહીવટી ક્લાર્ક નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો
મોડાસા શહેરની શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલમાં માર્ચ ૨૦૨૩ માં લેવાયેલ બોર્ડ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને “ગૌરવ પુરસ્કાર” આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાના મદદનીશ શિક્ષક શ્રી મીહીરકુમાર એન ચૌધરી કે જેઓ વર્ગ-૨ માં નિયુક્તિ પામતા તેમનો સન્માન સમારોહ યોજાયો હતો તેમજ વહીવટી ક્લાર્ક જયેન્દ્ર શેઠનો નિવૃત્તિ સમારોહ સંપન્ન થયો. હતો આ પ્રસંગે કાર્યક્રમને દૈદીપ્યમાન કરવા માટે મુખ્ય વક્તા તરીકે વિજયભાઈ શાહ (પ્રમુખ, ભારતીય વિચાર મંચ, ગુજરાત શોધ આયામ), અતિથી વિશેષ તરીકે જયેશભાઈ એસ પટેલ (I/C D.E.O અરવલ્લી), મુખ્ય મહેમાન તરીકે એન.ડી.પટેલ (DIET અરવલ્લી) કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનકુમાર ર.શાહ, મોડાસા કેળવણી મંડળના સૌ પદાધિકારીઓ, મોડાસા તાલુકાની વિવિધ સ્કુલના આચાર્યઓ, શાળાના ભૂતપૂર્વ સુપરવાઈઝર અને શિક્ષક ભાઈ-બહેનો અને શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા . આ પ્રસંગે ભારતીય વિચાર મંચ, ભરૂચના પ્રમુખ વિજયભાઈ શાહે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતું પ્રેરક વક્તવ્ય આપી આ ત્રિવિધ કાર્યક્રમને ગૌરવમય બનાવ્યો હતો