માલપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચરી માતા બનાવતા તેના પરિવારે નવજાત શિશુને ખેતરમાં ત્યજી દીધાના ઘટનાની શાહી સુકાઈ નથી
માલપુર પંથકમાં વધુ એક નવજાત શિશુ માલપુરના ગોવિંદપુર નજીક રોડ સાઈડ ત્યજી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચીAdvertisement
આજના સમયમાં સંતાન પ્રાપ્તિ માટે દંપતીઓ પથ્થર એટલા દેવ કરે છે, પરંતુ તેની સામે અમુક માતા-પિતા એટલા નિષ્ઠુર પણ હોય છે કે પોતાના જ સંતાનોને ત્યજી દેતા કે તરછોડી દેતા એક ક્ષણનો પણ વિચાર નથી કરતા.આવી જ એક વધુ ઘટના અરવલ્લીના માલપુર તાલુકામાં બહાર આવતા સમગ્ર પંથકમાં બાળકને ત્યજી દેનાર નિષ્ઠુર સામે ભારે આક્રોશ છવાયો છે કોઈએ પાપ છુપાવવા બાળકને ત્યજી દીધું કે પછી અન્ય કોઈ મજબૂરી તે પોલીસ તપાસમાં બહાર આવી શકે તેમ છે
માલપુર-ગોધરા હાઇવે પર ગોવિંદપુર ગામ નજીક રોડ સાઈડ નવજાત શિશુનો રડવાનો અવાજ આવતા રોડ પરથી પસાર થતા રાહદારીઓ ચોંકી ઉઠ્યા હતા સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા આ અંગેની જાણ હેલોદર જીલ્લા પંચાયત સદસ્ય નિર્ભયસિંહ રાઠોડને થતા તાબડતોડ સ્થળ પર પહોંચી નવજાત શીશુંને તેમની કારમાં માલપુર સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડી દેતા નવજીવન મળ્યું હતું આ અંગે માલપુર પોલીસને જાણ કરતા માલપુર પોલીસ દોડી પહોંચી હતી અને બાળક ત્યજી દેનાર વ્યક્તિ કે પરિવારની શોધખોળ હાથધરી હતી
કહેવાય છે કે, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ કહેવતને લાંછન લગાવતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.માલપુર તાલુકામાં એક મહિનાની અંદર નવજાત શિશુને ત્યજી દેવાની બીજી ઘટના બહાર આવતા સમગ્ર પંથકમાં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે