અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી મોડાસાના સંયુક્ત ઉપક્રમે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી શ્રી વા.હી.ગાંધી બહેરા-મૂંગા શાળા મોડાસા ખાતે કરવામાં આવી જેમાં ભારત સરકારના નશામુક્ત જાગૃતતા અભિયાનમાં જોડાઈને તથા આજના દિવસે નશામુક્ત અભિયાનમાં સહભાગી બની આપણા પરિવાર રાજ્ય અને દેશને નશામુક્ત કરીએ આ ભાગરૂપે શ્રી વા.હી.ગાંધી બહેરા-મૂંગા શાળાના બાળકો દ્વારા મોડાસા વિસ્તારમાં જાગૃતતા આવે તે સંદર્ભે રેલી તથા નશામુક્ત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી શ્રી વા.હી.ગાંધી બહેરા-મુંગા શાળાના શિક્ષકોએ તેમની સાંકેતિક ભાષા દ્વારા મુકબધિર તથા અન્ય દિવ્યાંગોને નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ રેલીમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કપિલભાઈ પટેલ તથા શ્રી વા હી.ગાંધી બહેરા-મુંગા શાળાના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યઓ, શાળાના કર્મચારીગણ, બાળકો તેમજ તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીગણ સહભાગી થયા હતા