મોડાસાની નાલંદા-2 સોસાયટીથી 400 બંગ્લોઝ રોડ અને જલદીપ સોસાયટીથી ડી.પી.રોડ ને જોડાતા આરસીસી રોડમાં થયેલ ગોબાચારીની પોલ પ્રથમ વરસાદે ખોલી નાખી
મોડાસા નગરપાલિકા દ્વારા છેલ્લા 6 મહિનામાં બનાવેલ આરસીસી રોડ અંગે ગાંધીનગર વિજિલન્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેની લોકમાંગ
મોડાસા નગરપાલિકાની આંખો સામે નિર્માણધીન આરસીસી રોડમાં થયેલ ભ્રષ્ટાચારની પોલ કુદરતે ઉઘાડી પાડી
મોડાસાની નાલંદા-2 અને જલદીપ સોસાયટીના રહીશોમાં જન આક્રોશ ચરમસીમાએ, રોડ બનાવતી એજન્સીને બ્લેક લિસ્ટ કરવા ઉઠી માંગ
મોડાસા નગરપાલિકાની નજર સમક્ષ થતા ખરાબ કામનો 20 જ દિવસમાં કુદરતે આપ્યો જવાબ
મોડાસા નગરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એવી નગરપાલિકાના કયાંય પણ વિકાસના કામ ચાલુ હોય ત્યાં ભ્રષ્ટાચારનો આક્ષેપ ન થાય તો જ નવાઈ…? મોડાસા શહેરની નાલંદા-2 સોસાયટી થી 400 બંગ્લોઝ સુધી અને મેઘરજ રોડ પર આવેલી જલદીપ સોસાયટીથી ડીપી રોડને જોડતો બંને આરસીસી રોડ વિસ લાખ જેટલા રૂપિયાના ખર્ચે 20 દિવસ અગાઉ નવો રોડ બનાવવામાં આવ્યો છે પ્રથમ વરસાદમાં બંને રોડ પર સિમેન્ટનું લેયર ધોવાતાં કપચી-કાંકરા બહાર ઉખડીને આવતા કોન્ટ્રાકટર દ્વારા આરસીસી રોડ બનાવવા હલકી કક્ષાનું મટેરિયલ્સ અને નબળી ગુણવત્તા કામકાજ કરવામાં આવ્યું હોવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા આંખ આડે કાન કરવામાં આવ્યા હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે.
સમાચારોની કોપી કરવની નહીં…. સ્ટ્રીકલી પ્રોહિબિટેડ
Advertisement
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર,મોડાસાના માલપુર રોડ પર સહયોગ ચોકડી નજીક આવેલ નાલંદા-2 સોસાયટી અને મેઘરજ રોડ પર આવેલી જલદીપ સોસાયટીમાં લાખ્ખો રૂપિયાના ખર્ચ આરસીસી રોડનું નિર્માણ શરૂ થતા રહીશોમાં આનંદ છવાયો હતો જો કે બંને રોડ લોક ઉપયોગમાં ખુલ્લા મુકાયાના 20 દિવસના ટૂંકા ગાળામાં પ્રથમ સામાન્ય વરસાદમાં ભ્રષ્ટાચારના પોપડા ઊખડ્યા પછી ધોધમાર વરસાદમાં બંને રોડ પરથી કપચી-કાંકરા ઉખડીને બહાર આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જલદીપ સોસાયટીના રહીશોએ ભેગા થઇ રોડ પર મોડાસા નગરપાલિકાનો હુરિયો પણ બોલવી આક્રોશ ઠાલવ્યો હતો નાલાંદા-2 સોસાયટીના રહીશોમાં રોષ ફેલાયો હોવાની સાથે મિલ્કતવેરા વસુલાતમાં પાવરધી નગરપાલિકા કોન્ટ્રાકટર દ્વારા રોડના કામકાજ સમયે આંખો બંધ કરી દેતી હોવાનો આક્ષેપ સાથે રોડ બનાવનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરી નાણાં અટકાવવામાં આવે તેમજ રોડ ફરીથી બનાવવા માંગ ઉઠી છે
નાલંદા-2 સોસાયટીના જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર, નાલાંદા-2 અને જલદીપ સોસાયટીમાં 20 દિવસ અગાઉ નવનિર્મિત આરસીસી રોડ પરથી કપચી-કાંકરા બહાર નીકળી જતા આ કામમાં કોન્ટ્રાક્ટરોએ દાખવેલી બેદરકારી પ્રત્યે અધિકારીઓએ બેધ્યાની વર્ત્યા નું પણ સ્પષ્ટ જણાઇ રહ્યુ છે. રોડ બનાવવામાં ગુણવત્તા પર અધિકારીઓએ ધ્યાન નહીં અપાયાનું પહેલી નજરે લાગે છે. ત્યારે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર રોડ બન્યો છે લોકોના મનમાં અનેક પ્રશ્નો પેદા થયા છે કે આવુ કામ કરી સરકારી નાણાં વ્યય શુ કામ કરવામાં આવે છે ? આ કામ એટલુ કામચલાઉ, સરસરી અને તકલાદી કરવામાં આવ્યુ છે તે સ્થળ પર પ્રત્યક્ષ જોતા ખ્યાલ આવી શકે છે.