સાબરકાંઠા બેંકના ચેરમેન અને પ્રણામી સંપ્રદાયના અગ્રણી પન્નાધામ મંદિરના ચેરમેન મહેશભાઈ અમીચંદભાઈ પટેલના જ્યેષ્ઠ ભાઈ મનુભાઈ અને રેણુકાબેન અમેરિકામાં પ્રમાણી સંપ્રદાય જાગાણીયાત્રામાં જોડાયા હતા અને સુંદરસાથ સુધી પ્રણામી સંપ્રદાય પહોંચ તે માટે ધાર્મિક યાત્રા દરમિયાન તેમની કાર સાથે અન્ય કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાતા રેણુકાબેનનું મોત નિપજતા અમેરિકા સહીત પ્રણામી સંપ્રદાયના અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે અકસ્માતમાં ઈજાગ્રસ્ત મનુભાઈ પટેલની સ્થિતિ સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલના મોટાભાઈ મનુભાઈ અમીચંદભાઈ પટેલ તથા તેમના પત્ની રેણુકાબહેન અમેરિકાના ધાર્મિક પ્રવાસમાં જાગણી યાત્રામાં સફર કરી રહ્યા હતા ત્યારે સામ સામે કાર નું અકસ્માત થવાથી શ્રીમતી રેણુકાબેન મનુભાઈ પટેલ નું દુઃખદ અવસાન થયેલ છે જ્યારે મનુભાઈ અમીચંદભાઈ પટેલ પણ ગંભીર રીતે ઘાયલ થવાથી તુરંત હોસ્પિટલમાં દાખલ કરેલ છે. જ્યાં તબીબો દ્વારા આવતીકાલે ઓપરેશન કરવામાં આવશે આ સમાચાર મળતા મહેશભાઈ પટેલના નિવાસ સ્થાને આજે અનેક શુભેચ્છકો, મિત્રો, રાજકીય આગેવાનોએ મહેશભાઈ પટેલને મળી હુંફ આપી હતી અને ભગવાન જેણુકાબેન ની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી