મેઘરજના રાજપુર ગામમાં 450 મીટર અપ્રોચ રોડનો વધુ માપ મૂકી સરકારી નાણાં ઉસેટી લેનાર માર્ગ અને મકાન વિભાગના બે એન્જીનીયર સસ્પેન્ડ થતા જીલ્લામાં સન્નાટો
Advertisement
અરવલ્લી જીલ્લામાં વિકાસના કામોની કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી જિલ્લાનો વિકાસ નહિવત અને અધિકારીઓ,કર્મચારીઓ અને
કોન્ટ્રાક્ટરોના ખિસ્સા નો વિકાસ વિપુલ પ્રમાણ માં થઈ રહ્યો છે વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ઉધઈ લાગતા જિલ્લાનો વિકાસ રૂંધાઈ ગયો છે જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં તો કોઈ રણીધણી જ ન હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે મેઘરજ તાલુકાના રાજપુર ગામના અપ્રોચ રોડમાં ભારે ગોબાચારી આચરવામાં આવી હોવા છતાં તત્કાલીન ડેપ્યુટી ઈજનેર અને મદદનીશ ઈજનેરે આંખ આડા કાન કરતા અને રોડ નિર્માણ કરતા વધુ મીટર માપ દર્શાવી સરકારી નાણાંની લૂંટ કરતા રાજ્ય માર્ગ અને મકાન વિભાગે બંને ઈજનેરને સપ્સેન્ડ કરી દેતા જીલ્લાની માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે
મેઘરજના તત્કાલીન ડેપ્યુટી ઈજનેર શરદ.વી.રાજગોર અને મદદનીશ ઇજનેર જેનમ સંખેસરાની ફરજ દરમિયાન રાજપુર ગામમાં 1750 મીટર લંબાઈમાં ડામર કામ કરવામાં આવ્યું હોવા છતાં માપ પોથીમાં 2200 મીટર લંબાઈના જી.એ.બી-2, ડબ્લ્યુ.બી.એમ-1, ડબ્લ્યુ.બી.એમ-2 કામગીરીના ખોટા માપ લખી તેમજ રોડ કામમાં હલકી કક્ષાનું માટેરિયલ્સ વાપરવા આવતા બંને અધિકારીઓની મીલીભગત જણાઈ આવતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા બંને ઈજનેરને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર થતા સન્નાટો વાપ્યો છે