આજે મુખૌટે આર્ટ ગૅલેરીમાં નિહારીકા ફોટો સોસાયટીના 17 મેમ્બરનું સ્વા. મંદિરના મહોત્સવ પ્રસંગે કરેલ ફોટોગ્રાફી આઉંટીંગમાં લીધેલી તસવીરોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. નિહારીકા મંદિરના સંતો તરફથી આમંત્રણ આપી આ ફોટોગ્રાફી કરવા માટે બોલાવેલા. સવારે 6થી રાતના 9 વાગ્યા સુધી બધાં જ સભ્યોએ પોતાની રીતે અલગ અલગ ઍંગલથી ફોટોગ્રાફી કરેલી તેમાંથી પસંદ કરેલ તસવીરનો સ્લાઇડ શો યોજવામાં આવ્યો હતો.
તારીખ 13-07-2023ને ગુરુવારે બીજું એક પ્રદર્શન શ્રી મુકેશ. જે. ઠક્કરની તસવીરો યોજાયું છે. એમના પ્રદર્શનમાં ફોટોગ્રાફીને એક જ વિષયમાં પ્રયોજવામાં આવી છે. અને તેનો વિષય છે. લાઇટ, કોમ્પોઝીશન, ટેક્સચર અને કલર-એક પરદેશથી બિલ્ડિંગ જેમાં કલર ઇંટોની મદદથી જુદા જુદા આકારો બનાવવામાં આવ્યા છે. ઝરૂખા, દરવાજા, બારીઓ, આ બધામાંથી અલગ અલગ ઍંગલ શોધી તેમણે તેને આર્ટ ફૉર્મમાં રજૂ કર્યા છે. હંમેશાં યોજાતા વિષયની જગ્યાએ નવી જ છાપ આ પ્રદર્શનમાં રજૂ થયેલ છે.
આજે ત્રીજી પ્રદર્શન શ્રી. નીરવ પટેલની બ્લૅક-વાઇટ તસવીરોનું યોજાયું છે. જેમાં પોટ્રેટ, હેરીટેજ, સ્ટ્રીટ તથા લૅન્ડસ્કેપ જેવા વિવિધ વિષયો જરૂર છે. પરંતુ તેને ખાસ બ્લૅક-વાઇટના જુદા જુદા ગ્રે ટોનમાં ઇફેક્ટિવ રીતે એમણે રજૂ કર્યા છે. બ્લૅક-વાઇટ તસવીરોમાં લાઇટ-શેઇડના મહત્ત્વને ખૂબ જ અસરકારક રીતે તેમણે રજૂ કર્યા છે જે તેમની ફોટોગ્રાફીની કલાત્મક બાજુની તેમની પકડ કેવી છે તે બતાવે છે