28 C
Ahmedabad
Saturday, September 23, 2023

Dollar પ્રેમમાં લૂંટાયો મોડાસાનો યુવક : કેનેડા મોલમાં નોકરીની લાલચ આપી યુવક પાસેથી 14 હજાર ખંખેરનારને મુંબઈથી પોલીસે દબોચ્યો


 

Advertisement

ડોલરનું મૂલ્ય ભારતીય રૂપિયા કરતુ અનેક ઘણું વધારે હોવાની ઝડપથી પૈસાદાર બનાવની લાલચ સાથે વિદેશીની હાઈફાઈ લાઈફ સ્ટાઇલ અને આધુનિકતાથી આકર્ષાઈ યુવાવર્ગ સહીત સૌકોઈ વિદેશમાં નોકરી કરવા અને સ્થાઈ થવા તલપાપડ રહે છે ત્યારે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે કહેવત મુજબ લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી તેમના પાસેથી લાખ્ખો-હજારો રૂપિયા ખંખેરી લેતી અનેક ચીટર ગેંગ સક્રિય છે મોડાસાનો એક યુવકને સોશ્યલ મીડિયા મારફતે ચીટરની આબાદ ઝાળમાં ફસાઈ ગયો હતો

Advertisement

મોડાસા શહેરના શુકબજારમાં રહેતા અને સબજેલ નજીક સલૂન ચલાવતા શહેઝાદ ઐયુબભાઈ ખલિફા નામના યુવકે સોશ્યલ મીડિયામાં કેનેડામાં આવેલ મોલમાં નોકરી માટે માણસોની જરૂરિયાત હોવાની પોસ્ટ જોઈ આપેલા નંબર પર ફોન કરતા નોકરીની લાલચ આપી વિઝા રજીસ્ટ્રેશન ફી માટે 14 હજારથી વધુની રકમ પે એપ્લિકેશ મારફતે પડાવી લીધા પછી યુવકે નોકરીની વાત કરતા અમદાવાદના ચિટરે ઠાગાઠૈયા કરતા યુવકે પૈસા પરત માંગતા તારાથી થાય તે કરી લેવાની ધમકી આપતા યુવકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસે વિદેશમાં નોકરી આપવાના બહાને ચીટિંગ કરતા ચીટરને મુંબઈ હોટલમાંથી ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો

Advertisement

મોડાસા ટાઉન PI ડી.કે.વાઘેલા અને તેમની ટીમે મોડાસાના યુવક પાસેથી કેનેડા મોલમાં નોકરી આપવાના બહાને 14 હજારથી વધુની રકમ ઓનલાઈન સેરવી લેનાર ગઠિયાને ઝડપી પાડવા તપાસનો દોર હાથ ધરી ભોગ બનનાર યુવક પાસેથી ગુગલ-પે અને પેટિયમ મારફતે રૂપિયા ઉસેડી લેતા ચીટર યુવકનો મોબાઈલ નંબરના આધારે તપાસ હાથધરી બાતમીદારો સક્રિય કરતા ચીટર કેજલ જયેશ શાહ (રહે, પંચવટી સોસાયટી, મણિનગર, અમદાવાદ) હોવાની જાણકારી પ્રાપ્ત થતા બાતમીદારો સક્રિય કરતા કેજલ શાહ મુંબઈની સ્પેસ હોમ હોટલમાં રોકાયો હોવાની બાતમી મળતા તાબડતોડ ટાઉન પોલીસ મુંબઈ પહોંચી ચીટર કેજલ શાહને હોટલમાંથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગણતરીના કલાકોમાં છેતરપિંડીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!