27.9 C
Gujarat
Saturday, August 22, 2026
Home ગુજરાત અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ...

અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

0
183

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રશસ્તિ પરીકની અઘ્યક્ષતામાં જીલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા સૂચન કરવામાં આવ્યું હતું

ભિલોડા-મેઘરજના ધારાસભ્ય પી. સી. બરંડા દ્વારા પ્રજાના પ્રશ્નો તાત્કાલિક ધોરણે ધ્યાને લઈને જરૂરી કામગીરી કરવા તાકીદ કરી હતી. જિલ્લાના શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, ગ્રામ પ્રગતિ જેવા વિષયો પર ચિંતન કરી જિલ્લાને ઉચ્ચ સ્તરે પહોચાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ધારાસભ્ય પી. સી. બરંડા ,જિલ્લા વિકાસ અધિકારી , જિલ્લા અધીક નિવાસી કલેકટર એન.ડી.પરમાર સહિત જિલ્લા સંકલન સમિતિના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!