મોડાસા શહેરના મુખ્યમાર્ગો સાંકડા હોવા છતાં ઠેર ઠેર સર્કલ બનાવી દેવી-દેવતા,મહંત અને દેશના શુરવીરોની મૂર્તિઓ સ્થાપિત કરી છે
મોડાસા શહેરમાં ટ્રાફિક નિવારણ માટે બનાવેલ સર્કલ ટ્રાફિક સર્જી રહ્યા છે, અનેકવાર સર્કલ પર અકસ્માતની ઘટનાઓ બની છેAdvertisement
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના મૂખ્યમાર્ગો અને સોસાયટીના માર્ગ પર 9 જેટલા સર્કલ ટ્રાફિક સમસ્યા નિવારણ માટે બનાવવામાં આવ્યા છે મોડાસા શહેરના માર્ગ સાંકડા હોવાથી ટ્રાફિક સમસ્યા દૂર કરવા નિર્માણ કરેલ સાર્કલ ટ્રાફિક સમસ્યા સર્જી રહ્યા છે શહેરના જાગૃત નાગરિકોમાં શહેરના માર્ગ પર બિનજરૂરી સર્કલ બનાવવામાં આવ્યા હોવાનો સુર નિર્માણ સમયથી ઉઠી રહ્યો છે ત્યારે મેઘરજ રોડ પર પાવનસીટી રેસીડેન્સી નજીક ક્રોસીંગ પર બનાવેલ સર્કલ સાથે ડમ્પર ધધકાભેર અથડાવી દેતા સર્કલ તૂટી જવાની સાથે સર્કલ પર સ્થાપિત વલ્લભાચાર્યજીની મૂર્તિ ખંડિત થઇ હતી સદનસીબે અકસ્માત મોડી રાત્રે થતા સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પર જાનહાની ટળી હતી
મોડાસા શહેરના માર્ગો પર 9 જેટલા સર્કલ બનાવી સર્કલ પર દેવી-દેવતાઓ, મહંતો અને દેશ માટે બલિદાન આપનાર શુરવીરોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે જેમાંથી ડીપ વિસ્તાર, મોડાસા કલ્યાણ સોસાયટી નજીક,મેઘરજ રોડ પર પાવનસીટી અને બાયપાસ ચોકડી પર અને માલપુર રોડ પર સાંઈબાબા મંદિર નજીક ક્રોસિંગ પર બનાવવામાં આવેલ સર્કલ રોડની પહોળાઈ વધુ ન હોવાથી ટ્રાફિક સમસ્યા ઓછી થવાના બદલે ટ્રાફિક સમસ્યામાં વધારો થઇ રહ્યો છે મોડાસાના શહેરીજનો પણ સર્કલના નિયમોનો ઉલાળિયો કરી સીધા રોડ પર વાહન હંકારતા નાના-મોટા અકસ્માત સર્જાવાની અનેક ઘટનાઓ બની રહી છે મોડાસા શહેરમાંથી પસાર થતી લકઝરી બસ,ડમ્પર અને ભાર વાહક વાહન ચાલકો બેફામ ગતિએ પસાર થઇ શહેરીજનોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે શહેર અને ટ્રાફિક પોલીસ તંત્ર ફુલસ્પીડે પસાર થતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જરૂરી છે