Cricket ની રમત યુવાનો માટે હવે Death ની રમત બની..!! રાજ્યમાં સતત ક્રિકેટ રમતા યુવકો મેદાનમાં ઢળી પડી મોતને ભેટી રહ્યા છે
મોડાસાના ખડાયતા બોર્ડિંગ મેદાનમાં ક્રિકેટ રમતો પર્વ સોની નામનો યુવક મેદાનમાં ઢળી પડ્યોAdvertisement
કોરોના બાદ સતત યંગસ્ટર્સમાં હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે.
આજકાલ યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ જ બિમારી ન હોય તેમ છતાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યાં છે. ચિંતા એ વાતની છે કે રમત રમતા યુવાનો હ્રદયરોગના હુમલાના શિકાર બની રહ્યા છે.ક્રિકેટ રમત રમતા અનેક યુવાનો મેદાનમાં કે પછી ઘરે આવી ઢળી પડી હાર્ટ એટેકથી મોત નિપજતા ક્રિકેટની રમત યુવાઓ માટે મોતની રમત બની રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ફરી એક વાર ક્રિકેટ રમતા યુવક મોતને ભેટતા ભારે ચકચાર મચી છે
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરની ગોવર્ધન સોસાયટીમાં રહેતો અને એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો 20 વર્ષીય યુવક મિત્રો સાથે મોડાસા બસ સ્ટેન્ડ રોડ પર આવેલા ખડાયતા બોર્ડિંગના મેદાનમાં ક્રિકેટ રમતા રમતા અચાનક મેદાનમાં ઢળી પડતા બેભાન થતા તાબડતોડ સારવાર અર્થે ખસેડાતા સારવાર મળે તે પહેલા યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું ક્રિકેટ રમતા યુવકનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતા ક્રિકેટ પ્રેમીઓ સહીત સોની સમાજના શોકનું મોજું ફરી વળ્યું હતું ડાન્સ કરતી વખતે તો જીમમાં કે વરઘોડામાં નાચતા હાર્ટ અટેક આવી જતાં મોત થયાના કેસ સતત વધી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા તાલુકાના શીણાવાડ ગામના અને મોડાસા શહેરની ગોવર્ધન સોસાયટીમાં રહેતો પર્વ કેતૂલ કુમાર સોની નામનો 20 વર્ષીય યુવક એન્જીનીયરીંગનો અભ્યાસ કરી રહ્યો હતો શનિવારે મિત્રો સાથે ખડાયતા બોર્ડિંગના મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો ક્રિકેટ રમતા રમતા અચાનક પર્વ સોની મેદાનમાં બેસી ગયા પછી ઢળી પડતા મિત્રો ચોંકી ઉઠ્યા હતા અને બુમાબુમ કરી મૂકી તાબડતોડ પર્વને સારવાર અર્થ ખસેડતા સારવાર મળે તે પહેલા પ્રાણપંખેરું ઉડી ગયું હતું પરિવારજનો પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને મૃતક પુત્રને જોઈ પરિવારજનોએ રોકોકકળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી