28 C
Ahmedabad
Saturday, September 23, 2023

અરવલ્લી : સુનોખ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના મહંતની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો,પવિત્ર અધિક શ્રાવણના પ્રારંભના ગણતરીના કલાકો પહેલા 


અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુનોખ ગામના ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના મહંતનો મંદિર પરિસરમાં આવેલ ઓરડીમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી છે ટીંટોઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે મોકલી આપી હતી સમગ્ર ઘટનાનું પોલીસે વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના મહંતનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મહંતની હત્યા કે આકસ્મિક મૃત્યુ કે પછી આત્મહત્યા અંગે તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે

Advertisement

 

Advertisement

અધિક શ્રાવણ મહિનામાં શિવપૂજા અનન્ય મહિમા હોવાથી મહાદેવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે સુનોખ ગામમાં આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં શિવભક્તો મોટા પ્રમાણમાં ઉમટી પડતા હોય છે ત્યારે અધિક શ્રાવણ માસના પ્રારંભના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે મંદિરના મહંત નારાયણગીરી રમેશગીરી સાધુ (ઉં.વર્ષ-65)ની શંકાસ્પદ હાલતમાં ઓરડીમાંથી મૃતદેહ પડ્યો હોવાનું મંદિરમાં દર્શન કરવા ગયેલા ગામલોકોને જાણ થતા લોકોના ટોળેટોળા મંદિરમાં પહોંચ્યા હતા ટીંટોઇ પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોડ મંદિરમાં પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Advertisement

 

Advertisement

ટીંટોઈ પોલીસે સુનોખ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં રહેતા ભવાનભાઈ કોદરભાઈ તરારની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!