ક્રિકેટ રમત ખેલદિલીની રમત તરીકે જાણીતી છે અરવલ્લી જીલ્લાના માલપુર નગરમાં ક્રિકેટ રમવા ભેગા થયેલા બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા પછી ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારીમાં પરિણમી હતી એક યુવક પર લઘુમતિ સમાજના 7 યુવકોએ બેટ અને સ્ટમ્પ વડે હુમલો કરતા કરતા યુવક ઈજાગ્રસ્ત થયો હતો બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી પછી મારામારીમાં ફેરવાતા મામલો તંગ બન્યો હતા માલપુર પોલીસે યુવક પર હુમલો કરનાર 6 આરોપીઓને દબોચી લીધા હતા
માલપુર વાલ્મિકી ફળિયામાં રહેતો દેવેન્દ્ર દિપકભાઈ નામનો યુવક તેના મિત્રો સાથે પી.જી.મહેતા હાઈસ્કૂલના મેદાનમાં રમવા ગયો હતો ત્યારે મેદાનમાં રમતા ક્રિકેટરો સાથે અગમ્ય કારણોસર બોલાચાલી થતા ક્રિકેટ રમતા બે જૂથ સામસામે આવી ગયા હતા અને છુટ્ટા હાથની મારામારી થઇ હતી જેમાં દેવેન્દ્ર નામના યુવક પર લઘુમતી સમાજના 7 શખ્સો બેટ-સ્ટમ્પ વડે હુમલો કરતા યુવકને ઇજા પહોંચતા સારવાર લેવાની ફરજ પડી હતી બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થતા નગરમાં તંગદિલી વ્યાપી હતી
માલપુર પોલીસે દેવેન્દ્ર દિપકભાઈની ફરિયાદના આધારે 1)અલ્તાફમિયા યુસુફમીયાં શેખ,2)આશીફમીયાં યુસુફમીયાં શેખ, 3) માહીરમિયા મયુમિયા,4)શકીલ ડોશુભાઈ,5) શાહરુખમીયા ડોસુમિયાં, 6)મુસ્તુ બિસ્મિલાશા દીવાન,7)જાઉલ જાકીર મકરાણી સામે ઇપીકો કલમ-143,147,149,323,504,506 (2),114 તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી