અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના રખિયાલ ગામમાં રાત્રે કરિયાણું લેવા ગામમાં દુકાને નીકળતા નજીકમાં રહેલા હવશખોર યુવકે મહિલાને પકડી લેતા મહિલા હેબતાઈ ગઈ હતી બુમાબુમ કરતા વહુની મદદે સાસુ દોડી આવતા યુવકે મહિલાને છોડી દીધી હતી સમગ્ર ઘટનાથી હોબાળો મચતાં યુવકના પરિવારજનો દોડી આવ્યા હતા અને યુવકનું ઉપરાણું લઇ પીડિત મહિલા પર તૂટી પડી ગડદા-પાટુનો માર મારતા મહિલાને દવાખાનમાં સારવાર લેવાની ફરજ પડી હતી મહિલાએ નફ્ફટ યુવક તેની પત્ની, પિતા અને ભાણી સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા તાલુકાના રખિયાલ ગામમાં રહેતા રાકેશસિંહ રતીસિંહ મકવાણા રાત્રીના 8 વાગ્યાના સુમારે કરિયાણું લેવા નીકળેલી મહિલાને અભદ્ર રીતે સ્પર્શ કરી પકડી લેતા મહિલા ચોંકી ઉઠી બુમાબુમ કરતા મહિલાના સાસુ દોડી આવતા રાકેશસિંહ મકવાણાએ મહિલાને છોડી મૂકી હતી બુમાબૂમ થતા હવશખોર યુવકની પત્ની, પિતા અને ભાણી ઉપરાણું લઈને દોડી આવ્યા હતા અને ભોગ બનનાર મહિલાને ગડદા-પાટુ નો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતાં પીડિત મહિલાને શરીરે ઈજાઓ પહોંચતા સારવાર લેવાની ફરજ પડી હતી મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ કરનાર સામે ગામમાં ભારે રોષ ફેલાયો હતો
મોડાસા રૂરલ પોલીસે મહિલાની ફરિયાદના આધારે રાકેશસિંહ રતીસિંહ મકવાણા, યુવકની પત્ની નિકુબેન રાકેશસિંહ મકવાણા, પિતા રતીસિંહ માનસી મકવાણા તેમજ એક યુવતી સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા