asd
25 C
Ahmedabad
Wednesday, December 11, 2024

સાબરકાંઠા : મોતની છત માતા-પુત્રીને ઉંઘમાં ભરખી ગઈ, પોલો ગ્રાઉંડની સર્વોદય નગર સોસાયટીમાં રહેતા માતા-પુત્રીનું કરૂણ મોત


અસહ્ય બફારાથી રાહત મેળવવા પંખો ચાલુ મીઠી નીંદર માણતા માતા-પુત્રીનું પંખા સાથે છત ધરાશાયી થતા અંતિમ નીંદર બની

Advertisement

ચોમાસાની ઋતુમાં આકસ્મિક મૃત્યુમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જર્જરિત મકાન,કાચા મકાન ધરાશાયી થવાની અનેક દુર્ઘટનામાં લોકો મોતને ભેટતા હોય છે સાબરકાંઠા જીલ્લાના પોલો ગ્રાઉંડ વિસ્તારની સર્વોદય નગર સોસાયટીમાં રહેતો એક પરિવાર ઘરમાં ઉંઘતો હતો ને ઉપરની છત અગમ્ય કારણોસર પંખા સાથે તૂટી પડતા માતા-પુત્રીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘરમાં જ દમ તોડી દીધો હતો માતા-પુત્રીનું અકાળે મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

Advertisement

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં મુસ્તફા મસ્જિદ રોડ ઉપર આવેલ સર્વોદય નગર સોસાયટીમાં રહેતા એક પરિવાર સોમવારે રાત્રે રાત્રી ભોજન પતાવી રાબેતા મુજબ ઘર માં ઉંઘી રહ્યો હતો ગરમીથી રાહત મેળવવા પંખા નીચે ઉંઘી રહેલ મુમતાઝબાનુ અને તેમની પુત્રી બુસરાબીબી નામના માતા- પુત્રી પર ચાલુ પંખા સાથે ઉપરથી છત તૂટી બંને પર પડતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા આજુબાજુમાં રહેતા પરિવારો દોડી આવ્યા હતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરતા તાબડતોડ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાતા ફરજ પરના તબીબે માતા-પુત્રીને મૃત જાહેર કરતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી સમગ્ર ઘટનાક્રમ અંગે બી -ડીવીઝન પોલીસને જાણ કરતા કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!