અરવલ્લી જીલ્લામાં અજગરની પ્રજાતિ ગિરિમાળાઓ છોડી ખેતર અને માનવ વસ્તી તરફ પ્રયાણ કરતા વારંવાર ખેતરોમાં અજગરની હાજરી નોંધાતા ખેડૂતો સહીત પ્રજાજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે મોડાસાના ટીંટોઈ ગામમાં રાત્રીના સુમારે માર્કેટયાર્ડ નજીક મહાકાય અજગર આવી ચઢતા ધમાચકડી મચી હતી ગામલોકોએ અને જીવદયા પ્રેમી યુવકોએ મહામુસીબતે અજગરનું રેસ્ક્યુ કર્યું હતું.અને વનવિભાગ તંત્રને સોંપતા કોથળામાં પુરાયેલ અજગરને સુરક્ષિત નજીકના જંગલમાં છોડી મુક્યો હતો.અજગર જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા વનવિભાગ તંત્રના જવાબદાર કર્મીઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી માંડ માંડ સંપર્ક થતા એક મહિલા વન કર્મી સ્થળ પર પહોંચ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો
ટીંટોઈ ગામમાં સોમવારે રાત્રીના સુમારે માર્કેટયાર્ડ નજીક 12 ફૂટ જેટલો મહાકાય અજગર જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સાથે બુમાબુમ કરી મુકતા ગામલોકો અને ગામના જીવદયા પ્રેમીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને અજગરને પકડવા જતા અજગર બાઇકના ટાયરમાં ફસાઈ ગયો હતો જીવદયા પ્રેમીઓએ ભારે જહેમત બાદ અજગરને પાંજરે પુરવામાં સફળ રહ્યા હતા વનવિભાગ કર્મી પણ દેર આયે દુરસ્ત આયેની માફક એક કલાક પછી પહોંચતા લોકોમાં આક્રોશ ફેલાયો હતો જીવદયા પ્રેમીઓ અને ગામલોકોએ રેસ્ક્યુ કરી ઝડપેલ અજગર વનવિભાગ તંત્રને સોંપી દીધો હતો 12 ફૂટ લાંબો મહાકાય અજગર ઝડપાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો