ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ર્ડો.મહેન્દ્ર સોની અને ર્ડો.દિપક પટેલને રાજસ્થાનની PCPNDTની ટીમે છટકું ગોઠવી દબોચી લીધા
Advertisementર્ડો.દિપક પટેલની કાળી કરતૂતનો પર્દાફાશ થતા તબિયત લથડતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે દવાખાને ખસેડાયો
Advertisementબંને તબીબને બી-ડીવીઝન પોલીસ સ્ટેશન લઇ જતા અન્ય તબીબો પોલીસ સ્ટેશન પહોંચ્યા
Advertisementસાબરકાંઠા-અરવલ્લીમાં કેટલાક લેભાગુ તબીબો 20 થી 25 હજાર રૂપિયા લઇ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા હોવાની ચર્ચા
Advertisement
દેશમાં બેટી બચાવો બેટી ભણાવો પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા રાજ્ય સરકારોને કડક આદેશ આપ્યા છે ત્યારે ગુજરાતમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને સ્ત્રી ભ્રુણ હત્યાના બનાવોમાં ચોંકાવનારો વધારો થયો હોવાનો બુદ્ધિજીવીઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમાં આવેલી યશદીપ હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા બે તબીબોને રાજસ્થાનની PCPNDTની ટીમે છટકું ગોઠવી દબોચી લેતા બંને તબીબોના મોતિયા મરી ગયા હતા બંને તબીબ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી રાજસ્થાન લઇ જવા તજવીજ હાથધરી હતી
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, હિંમતનગરની યશદીપ હોસ્પિટલમાં રાજસ્થાનની ગર્ભવતી મહિલાઓનું ગેકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાનું રાજસ્થાનના પીસીપીએનડિટી વિભાગને માહિતી પ્રાપ્ત થતા રાજસ્થાનના પીસીપીએનડિટી વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસથી હિંમતનગર ની યશદીપ હોસ્પિટલની ખાનગી રાહે મુલાકાત કર્યા બાદ હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થતું હોવાનું નક્કી થતા યશદીપ હોસ્પિટલમાં છટકું ગોઠવી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ર્ડો.મહેન્દ્દ સોની અને ર્ડો.દિપક પટેલની ધરપકડ કરી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા હિંમતનગરમાં ગર્ભ પરીક્ષણનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચી જવા પામી છે.હિંમતનગરમાં ચાલતા ગર્ભ પરીક્ષણના રેકેટનો રાજસ્થાનના પીસીપીએનડિટી વિભાગ દ્વારા પર્દાફાશ કરતા સાબરકાંઠા આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે
ભૃણ હત્યા અટકાવવા ગર્ભ પરીક્ષણ કરતા તબીબો સામે સરકાર દ્વારા કડક નિયમો બનાવાયા છે તેમ છતા કેટલાક તબીબો દ્વારા ખાનગી રાહે ગર્ભ પરીક્ષણ કરતા હોવાની વ્યાપક બુમરાડ ઉઠતી હોય છે. હિંમતનગરની યશદીપ હોસ્પિટલમાં ચાલતા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ કરનાર ટીમે સોનોગ્રાફી મશીન અને કોમ્પ્યુટર સહીતની સામગ્રી સીલ કરી દીધી હતી