શરીફ મંસૂરી, ભિલોડા
સમાન સિવિલ કોડના વિરોધમાં ભિલોડા મામલતદાર કચેરીએ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ ના ભાઈઓ -બહેનો તેમજ રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ અને આદિવાસી સમાજના તમામ સંગઠનો દ્વારા યુનિફોર્મ સિવિલકોડ (UCC) સમાન નાગરીક સંહિતા નો કાયદો અગર બનશે તો ભારતમાં સમાન નાગરીક સંહિતા નો સમાજને ભારતીય બંધારણ પ્રમાણે રૂઢિગત, પરંપરાગત, રીતરિવાજો નું અધિકારોનું નુકસાન થાય તેવું લાગી રહયું છે.તો સમાન સિવિલ કોડ નો કાયદો લાગું ન થાય તેવી સરકાર શ્રી માંગણી કરવામાં આવી.
Advertisement
ખોટી રીતે આદિવાસી પ્રમાણપત્રનો લાભ લેતા હોય તેવા લોકોને બહાર કાઢવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. આદિવાસી સમાજને ડર છે કે, જો સમાન સિવિલ કોડ એટલે કે, યુસીસી આવે તો તેમના રીત-રિવાજો, રૂઢીઓ, પરંપરાઓ વગેરે દૂર થઈ શકે છે, તેમને મળતા લાભ અને હક પણ નાબૂદ થઈ શકે એમ છે, જેને લઇને આદિવાસી સમાજ દ્વારા યુસીસીનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.