ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના મોતીબાગ ખાતે ક્ષત્રિય દરબાર સમાજ કેળવણી મંડળ દ્વારા સમાજસભાનુ આયોજન કરાયુ હતુ. જેમા વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામા આવી હતી. આ મિટીંગમા સમાજના અગ્રણીઓ અને મહિલા અગ્રણીઓ,યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ક્ષત્રિય દરબાર સમાજ કેળવણી મંડળ દ્વારા સમાજના ઉત્થાન અને વિકાસ માટે પહેલ કરવામા આવી રહી છે.જેના ભાગરુપે સમાજ એકરુપ બની આર્થિક અને સામાજીક અને શૈક્ષણિક વિકાસ થાય. ગોધરા અમદાવાદ રોડ પર આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે સમાજસભાનું આયોજન કરવામા આવ્યુ હતુ. મહિલાઓ દ્વારા દિપ પ્રાગ્ટય કરીને સમાજસભાના કાર્યક્રમ ખુલ્લો મુકવામા આવ્યો હતો.આ સમાજ મીટીંગમાં ગ્રુપ રજીસ્ટ્રેશન, સમાજઘર,પારિવાહીક સમસ્યાઓ,પોલીસ સ્ટેશન કે કોર્ટમાં જાય નહીં તેના માટે એક કમિટીની રચના કરવી,લાઇબ્રેરી, આવનાર પોલીસ પરીક્ષા તેમજ આર્મી અગ્નીવિર માટે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ સહિતની ચર્ચા વિચારણા કરવામ આવી હતી સમાજના વડીલો, મહિલાઓ અને યુવાનો દ્વારા અલગ અલગ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી.આગામી સમયમા પણ આ રીતે સમાજની મિટિંગ, કેમ્પનું આયોજન કરવામા આવનાર છે.આ સમાજસભામાં મોટી સંખ્યામા અગ્રણીઓ ,મહિલા અગ્રણીઓ,યુવાનો ઉપસ્થિત થયા હતા.