”અમે તપાસ કરાવીએ છીએ” કહી વધુ કહેવાનું ટાળતા અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અંજનાબેન ચૌધરી
ભિલોડા તાલુકા શિક્ષણાધિકારીએ શિક્ષણની પોલ ખુલ્લી પડી જતા ફોન ઉપાડવાનું ટાળ્યું, સતત સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ
અરવલ્લી જીલ્લાની અનેક પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો ને વાંચતા લખતા આવડતું નથીની ચર્ચા જામી
ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષણ પાછળ વર્ષ દહાડે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવના જાણે તાયફા થઇ રહ્યા હોય તેમ પ્રાથમિક શાળાનું શિક્ષણ કથળતું જઈ રહ્યું હોવાથી લોકો ન છૂટકે પેટે પાટા બાંધી પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પૈસા ખર્ચી ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવવા મજબુર બન્યા છે અરવલ્લી જીલ્લાની અનેક પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને વાંચતા કે લખતા આવડતું ન ચર્ચાએ જોર પકડ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ અંગે વિરોધ કરનાર જાગૃત લોકોને એનકેન પ્રકારે દબાવી દેવામાં આવતા હોવાની બૂમ ઉઠી છે ત્યારે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં વર્ગખંડમાં શિક્ષક અને શિક્ષણ પણ ગેહાજર હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે બાળકોના અભ્યાસ માટે જવાબદાર શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવેની માંગ પ્રબળ બની છે
ભિલોડા તાલુકાની એક પ્રાથમિક શાળામાં જાગૃત નાગરિક મોબાઇલ સાથે પહોંચી શાળાના અભ્યાસમાં ચાલતી પોલમપોલનો વિડીયો ઉતરી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય અંગે અનેક સવાલ પેદા થયા છે વાયરલ વીડિયોમાં વર્ગખંડમાં શિક્ષક વગર બાળકો બેસી રહ્યા હોવાની સાથે ધો.5ના વિદ્યાર્થીઓ બરોબર વાંચી પણ શકતા નથી એક વિદ્યાર્થી શાળામાં કોઈ ભણાવાતું ન હોવાનું કહી રહ્યો છે અને વર્ગખંડમાં બેઠેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ વિડીયો સમયે ગુજરાતી પણ વાંચી શકતા નથી જાગૃત યુવક ધો.5 માં અભ્યાસ કરતા બાળકોને કક્કો અને બાળાક્ષરી પણ ન આવડતું હોવાનું જોઈ ચોંકી ઉઠ્યો હતો પ્રાથમિક શાળાઓમાં શિક્ષણના નામે ચાલતા ધુપ્પલનો પર્દાફાશ કરવા વિડીયો વાયરલ કરતા અધિકારીઓ દોડતા થયા છે લોકોમાં ભારે આક્રોશ છવાયો હોવાની સાથે સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટેભાગે જરૂરિયાતમંદ અને શ્રમિકો અને ગરીબોના બાળકો અભ્યાસ કરતા હોવાથી તેમના ઉજ્જવળ ભવિષ્ય સાથે ખિલાવડ થઇ રહ્યો હોવાનું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે
પ્રાથમિક શાળાના અભ્યાસમાં ચાલતા લોલમલોલનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા વિડીયો ભિલોડા પંથકની પ્રાથમિક શાળાનો હોવાનું ચર્ચાતા આ અંગે ભિલોડા ટીપીઓનો ફોન પર સંપર્ક કરતા થોડી વારમાં વાત કરું કહ્યા પછી અગમ્ય કારણોસર ફોન ઉપાડવાની તસ્દી ન લેતા જાણે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સમગ્ર ઘટના પર પડદો પાડવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે