28 C
Gujarat
Friday, August 21, 2026
Home ક્રાઇમ અરવલ્લી :LCB એ શામળાજીના સૂરપુર ગામમાં ઘરમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડા...

અરવલ્લી :LCB એ શામળાજીના સૂરપુર ગામમાં ઘરમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર ત્રાટકી 68 બોટલ શરાબ, 20 લીટર દારૂ ઝડ્પ્યો

0
285

અરવલ્લી જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે. જીલ્લા એલસીબી પોલીસે શામળાજી નજીક આવેલા સુરપુર ગામે બે બુટલેગર બંધુઓના ઘરમાં ત્રાટકી 68 બોટલ વિદેશી દારૂ તેમજ કેનમાં ભરેલો 20 લીટર દેશી દારૂ અને દારૂનો વોશ ઝડપી પાડ્યો હતો એલસીબી પોલીસની રેડ જોઈ બંને બુટલેગરો ફરાર થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. શામળાજી પોલીસના બાતમીદારોના નેટવર્ક કરતા એલસીબીના બાતમીદારોનું નેટવર્ક પાવરફુલ સાબિત થઇ રહ્યું છે.

અરવલ્લી એલસીબી પી.આઇ. સી. પી.વાઘેલા અને તેમની ટીમે પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરાતા સુરપુર ગામમાં પીન્ટુ ઉર્ફે ભુપેન્દ્ર ચંદુ ડામોર અને તેનો ભાઈ ઉપેન્દ્ર ચંદુ ડામોર ઘરે દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની બાતમી મળતા તાબડતોડ સુરપુર ગામે એલસીબી ટીમ બુટલેગર બંધુઓના ઘરમાં ત્રાટકી 11 હજારની 68 વિદેશી દારૂની બોટલ, 400 રૂપિયાનો કેનમાં ભરેલ 20 લીટર દેશી દારૂ અને 5 લીટર વોશ રૂ.200 મળી કુલ.રૂ.11,600/-નો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!