38 C
Ahmedabad
Monday, April 29, 2024

પાકિસ્તાનની જેલમાં 580 માછીમારો બંધ, નાનૂ રામનું મૃત્યુ થયું છતાં હજુ પાર્થિવ દેહ વતન નથી પહોંચ્યો : શક્તિસિંહનું નિવેદન


ગુજરાતના દરિયા કિનારાના કાંઠા વિસ્તારના માછીમારોને પાકિસ્તાન મરિન ઉઠાવી લઇ જાય છે અને તેમની સાથે અમાનવિય  વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભાની કાર્યવાહીમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, 3 ફેબ્રુઆરીના રોજ નાનૂ રામ કમલિયાનું મોત નિપજ્યું છે, પણ હજુ સુધી તેમનો પાર્થિવ દેહ વતનમાં પરત લવાયો નથી. નાનૂ રામ કલમિયાના પાર્થિવ દેહને ગુજરાત પરત લાવવામાં આવે તેવો સરકારને અનુરોધ કર્યો હતો. આ સાથે જ પાકિસ્તાની જેલમાં કેદ ભારતીય માછીમારોને છોડવા માટે દબાણ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.

Advertisement

હાલ રાજ્યસભાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરતના માછીમારોની વેદન સરકાર સમક્ષ રજૂ કરી કે, પાકિસ્તાનની જેલમાં ગુજરાતના 580 માછીમારો કેદ છે, અને તેમની સાથે વ્યવહારો પણ અમાનવિય હોય છે.

Advertisement

આ સાથે જ તેમણે ઉમેર્યું કે, ગીર સોમનાથના ઉના તાલુકાના નાનૂરામ કાસોલિયા તેમજ તેમની સાથે 5 માછીમારોને 9 ડિસેમ્બર 2018ના રોજ પાકિસ્તાન મરીન ઉઠાવી લઇ ગઇ હતી. તેમણે એમપણ જણાવ્યું કે, જો કોઇ માછીમાર ભૂલથી પાકિસ્તાનની સીમામાં જતા રહ્યા હોય તો વધારેમાં વધારે 3 મહિનાની જેલ હોય છે. આ તમામ લોકોની ટ્રાયલ પૂરી થઇ ગઇ અને 16 જાન્યુઆરી 2019 ના રોજ સજા પૂરી થઇ ગઇ તેમ છતાં હજુ સુધી ભારત લાવી શકાયા નથી. આમાંથી 46 વર્ષિય નાનૂ રામ કામલિયા 3 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયું પણ હજુ સુધી પાર્થિવ દેહને વતનમાં લાવી શકાયો નથી. મૃતકના પાર્થિવ દેહને તાત્કાલિક વતનમાં લાવવામાં આવે તેમાં માંગ કરવામાં આવી છે.

Advertisement

રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે શું કહ્યું સાંભળો..

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!