સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના બજારો સજ્જડ બંધ રહેતા દર્શનાર્થીઓ પણ બજારમાં સન્નાટો જોવા મળતા મૂંઝવણમાં મુકાયા હતા
સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં પણ બંધ પાડી વિરોધ દર્શાવ્યો હતોAdvertisement
ભારત દેશના મણિપુર રાજ્યની બે મહિલા પર જાતિય દુષ્કર્મ અને વંચિતો પર થતા અત્યાચારોની વિરૂદ્ધમાં આદિવાસી વિસ્તારમાં વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા સંયુક્ત રીતે બંધનું એલાન આપવામાં આવેલ હતું.ગુજરાત રાજ્ય સહિત સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા તેમજ ભિલોડા તાલુકામાં આ શરમજનક ધટના સંદર્ભે ધેરા પ્રત્યાધાત પડ્યા છે.મણીપુર રાજ્યની ધટના ને પગલે આદિવાસી વિસ્તારોમાં બંધના એલાન સંદર્ભે અરવલ્લી જીલ્લાના ભિલોડા અને શામળાજીના બજાર સજ્જડ બંધ રહેતા સન્નાટો છવાયો હતો.નાના-મોટા વેપારીઓએ ધંધા-રોજગાર સદંતર બંધ રાખી બંધના એલાન ને સંપુર્ણ ટેકો આપ્યો હતો.વેપારીઓએ સ્વયંભુ રીતે દુકાનો બંધ રાખતા કર્ફ્યું જેવો માહોલ પ્રવર્તી રહ્યો હતો.
આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજ જનરલ પંચ (સાબરકાંઠા-અરવલ્લી) સહિત આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા બજાર બંધનું એલાન કરાયું હતું.આદિવાસી સમાજના સામાજીક આગેવાનો બી.એમ.ખાણમા, રાજેન્દ્ર પારઘી,ભરત પારઘી સહિત સામાજીક કાર્યકરોએ ભિલોડામાં કાર્યકરો સાથે રેલી કાઢી હતી.દોષીતોને કડક માં કડક સજા થાય અને સરકાર ને પદભ્રષ્ટ કરવાની માંગ સાથેના સુત્રોચ્ચાર પોકાર્યા હતા.કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ધ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.ભિલોડાના વેપારીઓ દ્વારા બંધના એલાન સંદર્ભે સમર્થન આપી ધંધા-રોજગાર જડબેસલાક બંધ રાખ્યા હતા.