અરવલ્લી જીલ્લા SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા દોડાદોડી કરી રહી છે વલસાડના સાંઈહરી એપાર્ટમેન્ટમાં રહેતો યુવક તેના બે મિત્રો સાથે ઇકો કારમાં રાજસ્થાન નાથદ્વારા સાસરીમાં મહેમાન ગતિ માણી પરત વલસાડ ફરતા ઇકો કારમાં 41હજારથી વધુના વિદેશી દારૂની ખેપ મારતો ઇસરી પોલીસે વડથલી ગામ નજીકથી બે મિત્રો સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ઇસરી પીએસઆઇ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ઇકો કારમાં ત્રણ શખ્સો વિદેશી દારૂ રાજ્સ્થાનથી ભરી ઇસરી તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે વડથલી ગામ નજીક નાકાબંધી કરી વોચ ગોઠવી બાતમી આધારિત ઇકો કાર આવતા પોલીસે અટકાવી તલાસી લેતા કારની વચ્ચેની બેઠક નીચે બનાવેલ ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂના પાઉચ નંગ-415 કીં.રૂ.41500/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક વલસાડના બુટલેગર જીતેન્દ્રસિંહ ઈશ્વરસિંહ સોનગરા (રહે,106, સાંઈહરી એપાર્ટમેન્ટ લીમડાચોક,પાનેરા),2)હિંમતસિંહ ઇન્દ્રસિંહ ચૌહાણ અને 3) લાલસિંહ મોહનસિંહ રાજપૂત (બંને,રહે.નવેરા-વલસાડ) ને દબોચી લઇ વિદેશી દારૂ,
મોબાઈલ અને કાર મળી રૂ.3.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ઇસરી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, એક યુવક તેના મિત્રો સાથે નાથદ્વારા સાસરીમાં મહેમાનગતિ માણી આવ્યા પછી પરત ફરતા સમયે દારૂ ભરી લાવતા ઝડપાઇ ગયા હતા