અરવલ્લી જિલ્લાના મોડાસાની શ્રી. એન. એસ. પટેલ લૉ કૉલેજ ખાતે નવા પ્રવેશ થયેલા વિદ્યાર્થીઓ નો પ્રવેશોત્સવ ઉજવાયો હતો.
શ્રી એન.એસ.પટેલ લો કોલેજ મોડાસા એલ.એલ.બી સેમિસ્ટર એક અને એલ.એલ.એમ સેમિસ્ટર એક ના નવીન પ્રવેશ થયેલા વિદ્યાર્થી મિત્રોનો સ્વાગત સમાન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મેહમાન પ્રિન્સિપાલ ફેમિલી કૉર્ટના જજ એમ.એસ સોની ઉપસ્થિત રહ્યમ હત, તેમણે વિદ્યાર્થીઓને કાયદા નું માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ મ.લા. ગાંધી ઉચ્ચ કેળવણી મંડળ ના ઉપપ્રમુખ મહેંદ્ર વી શાહ એ આ પ્રોગ્રામ ની શુભેછા પાઠવી, કોલેજ ના પ્રિન્સીપલ ડૉ.રાજેશ વ્યાસે મેહમાનો નું શાબ્દિક સ્વાગત કર્યું, ડૉ.અશોક શ્રોફ સરે પ્રોગ્રામ ની આભારવિધિ કરી અને ડો અલ્પા ભટ્ટી તેમજ વિઝિટિંગ ફેકલ્ટી આરતી પટેલ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડૉ.સોનિયા જોષી ધ્વરા કરવામા આવ્યું.