અસિત ચૌધરી (અપ્પુ) રાજપીપળા ખાતે LI વિભાગમાં ફરજ બજાવતો હતો
અસિત ચૌધરી (અપ્પુ) નામના યુવકનું પાંચ મહિના અગાઉ લગ્ન થયું હતું સુખી લગ્ન સંસારના સ્વપ્ન જોનાર પરણિતા માથે આભ તૂટી પડ્યું
યુવાનોમાં હાર્ટ એટેકેના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી યુવાન લોકોમાં હાર્ટ એટેકના કિસ્સા મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. ક્યારેક જીમમાં કસરત કરતા તો ક્યારેક કોઈ કામ કરતા અચાનક હાર્ટ એટેક આવે છે અને યુવા લોકો પણ હાર્ટ એટેકને કારણે પોતાનો જીવ ગુમાવે છે. હાર્ટ એટેકના વધી રહેલા કિસ્સા ચિંતાનો વિષય છે. રાજ્યમાં હાર્ટ એટેકને કારણે વધુ એક યુવકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ઈટાડી ગામના અને નર્મદા જીલ્લાના રાજપીપળામાં એલ.આઈ તરીકે નોકરી કરતા યુવકનું હૃદયરોગના હુમલામાં મોત થતા ચૌધરી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા તાલુકાના ઈટાડી ગામના અસિત વિનોદભાઈ ચૌધરી નામનો યુવક રાજપીપળા ખાતે સરકારી વિભાગમાં એલ.આઈ તરીકે ફરજ બજાવતો હતો રવિવારે 27 વર્ષીય અસિત ચૌધરી ને રાજપીપળામાં અચાનક હાર્ટ એટેક આવતા તાબડતોડ દવાખાને ખસેડાયો હતો યુવકને તબીબી સારવાર કારગત નીવડે તે પહેલા સારવાર દરમિયાન મોત નિપજતા ભારે ચકચાર મચી હતી અસિત ચૌધરીનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું મૃતક યુવકના પરિવારજનો અને સગા-સબંધી રાજપીપળા દોડી ગયા હતા મૃતક યુવકને માદરે વતન લાવી અંતિમ સંસ્કાર કરવામાં આવતા ઈટાડી ગામ સહીત આજુબાજુના પંથકમાં શોકની લાગણી છવાઈ હતી મૃતક યુવકની પત્નીનું કલ્પાંત કરી મુકતા કઠણ હૃદયનો માનવી પણ રડી ઉઠે તેવા દ્રશ્યો સર્જાયા હતા