અરવલ્લી જિલ્લામાં જાણે કે માર્ગ અને મકાન વિભાગે માજા મૂકી હોય તે રીતે દિવસને દિવસ રસ્તાની બાબતોમાં અવનવી ખામીઓ સામે આવતી હોય છે. તો કેટલીક વાર ચાલુ સીઝન એ બનાવેલા રસ્તાઓની અંદર પહેલા જ વરસાદે મસ મોટા ખાડાઓ પણ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ વાત કરવામાં આવી તો જે મોડાસા મુલોજ રોડ પર થોડા મહિના પહેલાં જ નવો રોડ બનાવવામાં આવે છે અને જેની અંદર એક પુલીયું પણ બનાવવામાં આવ્યું છે ત્યારે પુલીયા પર ઉપરના ભાગમાં જે ભાગ છે એ ચોમાસાના પહેલા જ વરસાદે ધોવાયા હોવાના ફોટા હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાગૃત નાગરિકે રોષ ઠાલવ્યો હતો
મુલોજ રોડ પર થોડા મહિના અગાઉ બનાવેલ પુલીયા પરનું ગરનાળુ પ્રથમ ચોમાસે જ ધોવાયું છે જેમાં અરવલ્લી જિલ્લામા માર્ગ અને મકાન વિભાગ નો વધુ એક ભ્રષ્ટાચાર નો નમૂનો સામે આવ્યો છે હાલ થોડા મહિના પહેલા જ નવીન રસ્તો બનાવવા માં આવ્યો હતો જેમાં શીણાવાડ થી ડોક્ટર કંપા અને રેલ્લાવાડા જતાં માર્ગ પર પુલ પર કાંકરા બહાર નીકળી જતાં વાહન ચાલક નો અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે ત્યારે મુલોજ ડોક્ટર કંપા રોડ જલ્દી થી કામગીરી હાથ ધરવામાં આવે તેવી હાલ તો લોકોની માંગ સેવાઈ રહી છે
બીજી તરફ વાત કરવામાં આવી તો છેલ્લા કેટલાય સમયથી અરવલ્લી જિલ્લાની અંદર જાણે કે માર્ગ અને મકાન વિભાગ નિંદ્રામાં હોય તે રીતે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો દ્વારા જે હલકી ગુણવત્તા વાળું કામ કરવામાં આવી રહ્યું છે જેના પગલે હાલ તો અરવલ્લી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગની જે છબી બગડતી હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે વધુમાં મુલોજ રોડ ઉપર બનાવવામાં આવેલ જે ગરનારા અને રસ્તા બાબતે જે તે જવાબદાર અધિકારી સાહેબ ને ટેલીફોનિક વાત કરવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ અધિકારીઓ દ્વારા ફોન ઉપાડવાની તસ્તી લીધી ન હતી