ગુજરાતમાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને ાભારે અસર થઈ છે તો ટ્રેન સેવા પણ બાધિત થઈ છે. સૌરાષ્ટ્ર જતી 4 ટ્રેન રદ્દ કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં મીટરગેજ સેક્શનના બિલખા-વિસાવદર વચ્ચે માટી ધોવાણ (વૉશ આઉટ) રિપેર કરવાની કામગીરી સતત ચાલી રહી છે. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનોને સમયસર દોડાવવાના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ 25 જુલાઈ, 2023 ના રોજ, મીટરગેજ સેક્શનની કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવશે, જેની વિગતો નીચે મુજબ છે:-
25.07.2023 ના રોજ મીટરગેજ સેક્શનની સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો
1. ટ્રેન નંબર 09532 જૂનાગઢ – દેલવાડા
2. ટ્રેન નંબર 09531 દેલવાડા – જૂનાગઢ
3. ટ્રેન નંબર 09539 અમરેલી – જૂનાગઢ
4. ટ્રેન નંબર 09540 જૂનાગઢ – અમરેલી