અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મંદિરમાં ચોરી કરતી અનેક ગેંગ સક્રિય છે ભિલોડા તાલુકાના ધંબોલીયા ગામમાં આવેલ મંદિરોમાં તસ્કર ટોળકી ત્રાટકતા ગામના યુવકે મંદિરમાં ચોરી કરનાર ગેંગના ચોરને પડકારી ઝડપી પાડતા અન્ય ચોરે યુવક પર હુમલો કરી છોડાવવાનો નિષ્ફ્ળ પ્રયાસ કર્યો હતો બુમાબુમ થતા અન્ય ગામલોકો દોડી આવતા એક ચોર ફરાર થઇ ગયો હતો ધંબોલીયા ગામના યુવકે ઝડપેલ ચોરને શામળાજી પોલીસને સોંપી દેતા શામળાજી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં હથિયારધારી તસ્કર ટોળકી સક્રિય રહેતા પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.ધંબોલીયા ગામમાં શ્રી ગોગાજી મહારાજ મંદિરમાં મધ્ય રાત્રે હથીયારધારી તસ્કર ટોળકી ત્રાટકતા સી.સી.ટી.વી કેમેરામાં બે તસ્કરો કેદ થઈ ગયા હતા.એકંદરે તસ્કરોનો ચોરીનો ફેરો નિષ્ફળ રહ્યો હતો.તસ્કરો જ્યારે શ્રી ગોગાજી મહારાજ મંદિર નો દરવાજો મધ્ય રાત્રે તોડી રહ્યા હતા તે દરમિયાન ધંબોલીયા ગામનો એક જાગૃત યુવાન રાત્રી દરમિયાન ભર ઉંધ માંથી જાગી જતા બાહોશ યુવાને ચોરને પકડવાનો પ્રયાસ કરતા ચોર ઈસમે હથીયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અત્રે ઉલ્લેખનિય છે કે, આસપાસના લોકો રાત્રી દરમિયાન ભેગા થઈ જતા ચોરને ગણતરીની મિનિટોમાં ઝડપી લઈ શામળાજી પોલીસના હવાલે કર્યો હતો.પોલીસે અંબાજી વિસ્તારના ઝાલાભાઈ બગજીભાઈ નટ ને લોક અપના હવાલે કર્યો હતો.એક ચોર ઈસમ પલાયન થઈ જતા ભમરીયાભાઈ ટોપાભાઈ નટ ને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસે તેજગતિએ ચક્રો ગતિમાન કર્યા છે.હથીયારધારી તસ્કર ટોળકીના સાગરીતો પલાયન થઈ જવામાં સફળ રહ્યા હતા.
ધંબોલીયા ગામમાં શ્રી ગોગાજી મહારાજ મંદિર, શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર સહિત શ્રી આશાપુરા માતાજી મંદિર સહિત વિવિધ મંદિરોમાં અજાણ્યા તસ્કરોએ ભુતકાળમાં ચોરીઓને અંજામ આપ્યો હતો.જાગૃત ગ્રામજનોએ ચોર ઈસમોને ઝડપી પોલીસના હવાલે કર્યા પણ હતા પરંતુ પોલીસ ધ્વારા આજ દિન સુધીમાં કોઈ જ હકારાત્મક ન્યાયિક કાર્યવાહી હાથ ન ધરાતા ધંબોલીયા ગામના જાગૃત ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.